સેમસંગને ટક્કર આપવા ઉતરી Vivo, લાવી રહી છે ફોલ્ડેબલ ફોન, આટલી હશે કિંમત

PC: vivo.com

Vivoનો અપકમિંગ સ્માર્ટફોન Vivo X Fold 3 Pro છે. આ એક ફોલ્ડેબલ સમર્ટફોન છે, જેની સત્તાવાર લૉન્ચિંગની જાહેરાત થઈ ગઈ છે. તેની સીધી ટક્કર સેમસંગ ફોલ્ડ સાથે થશે. આ Vivoનું પહેલું ફોલ્ડેબલ ડિવાઇસ છે, જેને ભારતમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ અપકમિંગ સ્માર્ટફોનના લોન્ચે સેમસંગનું ટેન્શન વધારી દીધું છે. Vivo X Fold 3 Proને માઇક્રોસાઇટ ફ્લિપકાર્ટ પર ટીઝ કરવામાં આવ્યો છે.

આ અપકમિંગ સ્માર્ટફોનના ઇમેજ સાથે ‘Coming Soon’નો મેસેજ દેખાઈ રહ્યો છે. ફ્લિપકાર્ટના ટીઝરમાં અપકમિંગ ફોલ્ડેબલ ડિવાઇસને સામેલ કરવામાં આવી છે, જેને Zeiss સાથે કો-એન્જિનિયર્ડ કરવામાં આવ્યો છે. મતલબ ફોનના રિયરમાં Zeiss લેસ સાથે આવશે. આ અગાઉ Vivo X Fold 3 Proના સત્તાવાર ટીઝરને ભારતના સર્ટિફિકેશન સાઇટ BIS પર મોડલ નંબર V2330 સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે.

Vivo X Fold 3 Pro સ્માર્ટફોનને ચીનમાં માર્ચમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેની શરૂઆતી કિંમત 9,999 યુઆન હતી, જે ભારતમાં લગભગ 1.17 લાખ રૂપિયા થઈ જાય છે. જો કે, અત્યારે કંપનીએ સત્તાવાર કિંમતની જાહેરાત કરી નથી.

Vivo X Fold 3 Proની સંભવિત સ્પેસિફિકેશન્સ

Vivo X Fold 3 Pro સ્માર્ટફોનમાં 8.03 ઇંચ LTPO એમોલેડ ડિસ્પ્લે આપી શકાય છે. તેનું સ્ક્રીન રિઝોલ્યૂશન 2200x2480 પિક્સલ હશે. સાથે જ ફોનમાં 120Hz વેરિએબલ રિફ્રેશ રેટ સપોર્ટ આપી શકાય છે. ફોન 4500nits પિક બ્રાઇટનેસ સાથે આવી શકે છે. ફોનમાં 6.53 ઇંચ આઉટર એમોલેડ ડિસ્પ્લે આપી શકાય છે. ફોનમાં લેટેસ્ટ Qualcomm Snapdragon 8 Gen 3 ચિપસેટ આપી શકાય છે. સાથે જ Adreno 750 GPU સપોર્ટ આપી શકાય છે. ફોનમાં 16GB LPDDR5X RAM અને 1TB UFS 4.0 સ્ટોરેજ આપી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp