મંગળની ધરતી પર મળ્યું પાણી!વૈજ્ઞાનિકો અશક્ય માનતા હતા,નવી શોધે આશ્ચર્યચકિત કર્યા

PC: space.com

મંગળ પર પાણીના બરફની શોધે વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે. વિષુવવૃત્તની નજીક પ્રથમ વખત પાણીના બરફ જોવા મળી છે. આ વિસ્તાર મંગળના ઉષ્ણકટિબંધીય વિસ્તારોની સમકક્ષ છે. અત્યાર સુધી વૈજ્ઞાનિકો માનતા હતા કે અહીં બરફની હાજરી અશક્ય છે. નવી શોધ આપણને મંગળ પર પાણીની હાજરી વિશે માહિતી આપી શકે છે. આ ભવિષ્યના મંગળ મિશન સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ શોધ સાબિત થઈ શકે છે.

યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના બે અવકાશયાન દ્વારા મંગળ પર પાણીનો બરફ જોવા મળ્યો છે. તે સૌપ્રથમ ExoMars ટ્રેસ ગેસ ઓર્બિટર (TGO) દ્વારા શોધાયું હતું, જે 2016માં મંગળ પર પહોંચ્યું હતું. ત્યાર પછી માર્સ એક્સપ્રેસ મિશનમાં પણ પાણીનો બરફ જોવા મળ્યો હતો. તે 2003થી મંગળની પરિક્રમા કરી રહ્યું છે. સ્વિટ્ઝર્લેન્ડની યુનિવર્સિટી ઓફ બર્નના PHD વિદ્યાર્થી એડમ વેલેન્ટિનસે આ બરફની શોધ કરી હતી. હવે તે બ્રાઉન યુનિવર્સિટીમાં પોસ્ટડોક્ટરલ સંશોધક છે. તેમની ટીમના સંશોધનના પરિણામો 10 જૂનના રોજ નેચર જીઓસાયન્સ જર્નલમાં પ્રકાશિત થયા છે.

મંગળના સૌથી મોટા જ્વાળામુખી વિસ્તાર થારસીસ પ્રદેશમાં આ પાણીનો બરફ જોવા મળ્યો છે. અહીં 12 વિશાળ જ્વાળામુખી છે. આમાં ઓલિમ્પસ મોન્સનો પણ સમાવેશ થાય છે, જે માત્ર મંગળ પર જ નહીં પરંતુ સમગ્ર સૌરમંડળમાં સૌથી મોટું શિખર (29.9 કિલોમીટર) છે. બરફના આ નાના નાના ટિલ્લાઓ થોડા સમય માટે જ દેખાય છે, પછી સૂર્યનો તડકો આવે ત્યારે થોડા સમય પછી બાષ્પીભવન થઈ જાય છે.

આ બરફનું પદ ખૂબ જ પાતળું હોય છે, માનવ વાળના કદના. આ હોવા છતાં, તેઓ એટલા મોટા વિસ્તારમાં ફેલાયેલા છે કે તેમાં 11 કરોડ લિટરથી વધુ પાણી સમાવી શકાય છે. મંગળની સપાટી અને તેના વાતાવરણ વચ્ચે આ પાણી સતત આગળ-પાછળ ફરતું રહે છે.

વેલેન્ટિનાસે મીડિયા સૂત્રો સાથે વાતચીતમાં કહ્યું, 'અમે વિચાર્યું હતું કે મંગળના વિષુવવૃત્તની આસપાસ બરફનું પડવું અશક્ય છે. સૂર્યપ્રકાશ અને પાતળા વાતાવરણના સંયોજનને કારણે, તાપમાન સપાટી પર અને પર્વતની ટોચ પર બંને પ્રમાણમાં ઊંચું રહે છે. આ પૃથ્વીથી વિપરીત છે, જ્યાં તમે બરફ-આચ્છાદિત શિખરોની અપેક્ષા રાખી શકો છો. તેમણે કહ્યું, 'અહીં તેની હાજરી રોમાંચક છે અને તે સૂચવે છે કે, અહીં અસાધારણ પ્રક્રિયાઓ ચાલી રહી છે, જે બરફના નિર્માણમાં મદદરૂપ બને છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp