તમારા ફોનને સુરક્ષિત કરશે એન્ટી ડ્રોપ ડિસ્પ્લે ટેક્નોલોજી, જાણો કેવી રીતે?

PC: twitter.com

ભારતના માર્કેટમાં એક એવો ફોન આવી રહ્યો છે જે યૂઝરને વધારે સુરક્ષા પુરી પાડશે. કંપનીનો દાવો છે કે આ સ્વિટઝરલેન્ડના SGS પાસેથી 5 સ્ટાર ઓવરઓલ ડ્રોપ રેજિસ્ટન્સ સર્ટિફિકેશન મેળવનારો પહેલો સ્માર્ટફોન છે.

HonorTechનો નવો સ્માર્ટફોન Honor X9b 5G લોંચ માટે તૈયાર છે. આને ભારતમાં 15 ફેબ્રુઆરીએ લોંચ કરવામાં આવશે. HonorTech તરફથી સ્માર્ટફોન Honor X9b 5G માટે અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જેમાં Honor X9Bમાં અલ્ટ્રા બાઉન્સ 360 ડિગ્રી એંટી ડ્રોપની સાથે લેટેસ્ટ કુશનીંગ ટેક્નોલોજી આપવામાં આવશે. એંટી ડ્રોપ ડિસ્પ્લે શું છે? તેના વિશે માહિતી આપીશું.

Honor X9bમાં એંટી ડ્રોપ ડિસ્પ્લેની સુવિધા આપવામાં આવી છે. આ કોઇ પણ સ્માર્ટફોન ડિસ્પ્લેની મજબુતાઇને બતાવે છે. આ જ સર્ટિફેશનને Honor X9bમાં પણ આપવામાં આવ્યું છે.કંપનીનો દાવો છે કે આ સ્વિટઝરલેન્ડના SGS પાસેથી 5 સ્ટાર ઓવરઓલ ડ્રોપ રેજિસ્ટન્સ સર્ટિફિકેશન મેળવનારો પહેલો સ્માર્ટફોન છે. Honor X9Bમાં અલ્ટ્રા બાઉન્સ એંટી ડ્રોપ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે ફોનને ચારેબાજુથી ઝટકાથી સુરક્ષિત રાખે છે. ઉપરાંત પાણીમાં પણ ફોન જલ્દી ખરાબ થતો નથી.

ફોન તમામ 6 ચહેરાઓ અને ચારેય ખૂણાઓ પર 360-ડિગ્રી સુરક્ષાની ખાતરી આપે છે. ફોન માઇક્રોનથી લો-મોડ્યુલસ કુશનિંગનો ઉપયોગ કરે છે. ફોન અલ્ટ્રા-બાઉન્સ ટેક્નોલોજી સપોર્ટ સાથે આવે છે જે ડ્રોપ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ છે, જે 15-સેકન્ડ સબમર્સન ટેસ્ટ અને IP53 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સને સપોર્ટ કરે છે. મતલબ કે મોબાઇલમાં ધૂળ આવતી અટકાવે છે.

Honor X9b 5Gમાં 6.78 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 120Hz બેરિએબલ રિફ્રેશ રેટ અને1.5K રેઝોલ્યુશન સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનની આંખની સુરક્ષા માટે સ્માર્ટફોનમા હાર્ડવેર-લેવલ લો-બ્લૂ લાઇટ, ડાયનેમિક ડિમિંગ અને સર્કેડિયન નાઇટ ડિસ્પ્લે સપોર્ટની સાથે 1920 હર્ટજ PWM ડિમિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp