માણસ જેને સોનું માનતો તે બીજી દુનિયાની 460 કરોડ વર્ષ જૂની કિંમતી વસ્તુ નીકળી

PC: aajtak.in

2015માં, ડેવિડ હોલ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મેરીબોરો રિજનલ પાર્કમાં મેટલ ડિટેક્ટર વડે પ્રાચીન વસ્તુઓ અને ખનિજોની શોધ કરી રહ્યા હતા. ત્યારે તેને એક ખૂબ જ ભારે લાલ રંગનો પથ્થર મળ્યો. જેમાંથી પીળો રંગ ચમકી રહ્યો હતો. સર્વત્ર પીળી માટી હતી. જ્યારે ડેવિડે તેને ધોયો ત્યારે તે સોનાની જેમ ચમકી રહ્યો હતો.

19મી સદીમાં મેરીબરોમાં સોનાની મોટી ખાણો હતી. હમણાં પણ ઘણી વખત લોકોને નાના-નાના સોનાના પથ્થરો મળી આવે છે. ડેવિડે આ પથ્થરને કાપવા, તોડવા, ફોડવાના તમામ શક્ય પ્રયાસો કર્યા. પણ આ પથ્થર તૂટ્યો નહિ. તેની ઉપર એસિડ પણ નાખવામાં આવ્યું હતું. પરંતુ તે સોનું હતું જ નહીં. જ્યારે ડેવિડ તેને ઘણા વર્ષો સુધી તોડી ન શક્યો ત્યારે, તે તેને મેલબોર્ન મ્યુઝિયમમાં લઈ ગયો.

જ્યારે તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, તે એક દુર્લભ ઉલ્કા છે, જે બીજી દુનિયામાંથી ઓસ્ટ્રેલિયા પર પડી હતી. મેલબોર્ન મ્યુઝિયમના ભૂસ્તરશાસ્ત્રી ડર્મોટ હેનરીએ કહ્યું કે, તે ખૂબ જ મૂલ્યવાન છે. તેની કિંમત આંકી શકાતી નથી. કારણ કે તેમાં રહેલી ધાતુઓ પૃથ્વી પર જોવા મળતી નથી. જે ધાતુઓ પૃથ્વી પર ઉપલબ્ધ નથી તેની કિંમત આપણે કેવી રીતે લગાવી શકીએ?

ડર્મોટ હેનરીએ જણાવ્યું કે, તેણે ઘણા પત્થરોની તપાસ કરી છે. ક્યારેક તો ઉલ્કાની પણ. હું આ મ્યુઝિયમમાં 37 વર્ષથી કામ કરી રહ્યો છું. મેં હજારો પથ્થરોની તપાસ કરી છે. પરંતુ આવો પથ્થર આજદિન સુધી મળ્યો નથી. અત્યાર સુધી માત્ર બે વાર જ ઉલ્કાઓ મળી આવી છે. આ તેમાંથી આ એક છે. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે 460 કરોડ વર્ષ જૂનો પથ્થર હતો. તેનું વજન 17 કિલો છે. તેને કાપવા માટે અમારે હીરાની કરવતનો સહારો લેવો પડ્યો.

તે ઉલ્કાપિંડમાં આયર્નનો મોટો જથ્થો છે. આ H5 ઓર્ડિનરી કોન્ડ્રાઈટ છે. જ્યારે તેને કાપવામાં આવી, ત્યારે તેની અંદર નાના નાના સ્ફટિકો દેખાયા હતા, જે વિવિધ ખનિજોના હતા. આને કોન્ડ્રુલ્સ કહેવામાં આવે છે. ઉલ્કાઓ અવકાશ વિશે સચોટ માહિતી આપે છે. આમાં તારાઓના ચમકતા કણો હોય છે.

ડર્મોટે કહ્યું કે, અમે હજુ સુધી એ શોધી શક્યા નથી કે આકાશગંગાના કયા ભાગમાંથી આ ઉલ્કાઓ અહીં આવી છે. આપણા સૌરમંડળમાં કોન્ડ્રાઈટ પથ્થરોના ઘણા વર્તુળો છે. સંભવ છે કે તે મંગળ અને ગુરુ ગ્રહો વચ્ચે ફરતી ઉલ્કાઓના જૂથમાંથી આવી હોય.

તેની તપાસથી એક વાતની સાબિતી થઈ છે કે, આ ઉલ્કાપિંડ સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે. 2003માં ઓસ્ટ્રેલિયાના આ વિસ્તારમાં સૌથી મોટી ઉલ્કાઓ મળી આવી હતી. તેનું વજન 55 કિલો હતું. વિક્ટોરિયા વિસ્તારમાં અત્યાર સુધીમાં 17 ઉલ્કાઓ મળી આવી છે. આ ઉલ્કા વિશેનો અભ્યાસ જર્નલ 'પ્રોસીડિંગ્સ ઓફ ધ રોયલ સોસાયટી ઓફ વિક્ટોરિયા'માં પ્રકાશિત થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp