Whatsapp લાવ્યું આ ખાસ ફિચર, ડિલીટ થયેલી ફાઈલ ફરીથી કરી શકશો ડાઉનલોડ

PC: whatsapp.com

ફાઈલ ભૂલથી ડિલીટ થઈ ગઈ હશે. હવે તેનો ઉપાય કાઢતા Whatsappએ પોતાના delete for everyone ફીચરમાં નવું અપડેટ લોન્ચ કર્યું છે. મળેલી માહિતી પ્રમાણે હવે યુઝર્સ ડિલીટ થયેલા મીડિયાને Whatsapp સર્વર પરથી બીજી વખત ડાઉનલોડ કરી શકશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુઝર્સના મીડિયા ડાઉનલોડ કર્યા પછી પણ તે Whatsappના સર્વર પર સેવ થાય છે. આ પહેલા જો કોઈ યુઝર મીડિયા ફાઈલ ડાઉનલોડ નહીં કરે તો તે 30 દિવસ સુધી સર્વર સેવ રહે છે અને તેને ડાઉનલોડ કરવામાં આવે તો તે Whatsappના સર્વર પરથી ડિલીટ થઈ જતી હતી.

તેમાં બદલાવ કરતા Whatsapp નવું અપડેટ લાવ્યું છે, જેમાં હવે યુઝર્સ જો મીડિયા ફાઈલ ડિલીટ પણ કરી દીધી હશે તો તેને બીજી વખત ડાઉનલોડ કરી શકશે. રિપોર્ટ પ્રમાણે ટેસ્ટિંગ દરમિયાન એક મહિના પહેલાની ફાઈલને પણ સરળતાથી ડાઉનલોડ કરવામાં આવી હતી.

સૌથી સારી વાત એ છે કે કંપનીનું કહેવું છે કે સર્વર પર સ્ટોર થયા છત્તાં પણ એપ તેને સિક્યોર રાખે છે, કારણ કે તે End to End Encrypted હોય છે. જણાવી દઈએ કે હાલમાં આ ફિચર માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. iOS યુઝર્સને આ અપડેટ માટે થોડી રાહ જોવી પડે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp