જ્યારે નાની-મોટી ગાડીઓ ટકરાય! VOLVOએ બતાવ્યું કે- કેવી રીતે-કેટલું નુકશાન થાય છે

PC: topgear.com

જો મોટી સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUV) નાની હેચબેક કાર સાથે અથડાય તો શું? સૈદ્ધાંતિક રીતે, આ અકસ્માતમાં નાની કારને વધુ નુકસાન થશે. એટલું જ નહીં નાની કારમાં બેઠેલા મુસાફરોનો જીવ પણ જોખમમાં આવી શકે છે. જો કે, વિવિધ અકસ્માતો અને સંજોગોમાં તેનું પરિણામ પણ બદલાઈ શકે છે. પરંતુ સ્વીડનની અગ્રણી કાર ઉત્પાદક કંપની વોલ્વોએ પોતાની બે કાર (નાની અને મોટી) વચ્ચે ક્રેશ ટેસ્ટ કરાવીને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે, આવી અથડામણમાં કોને અને કેટલું નુકસાન થશે.

તેની મોટી SUV EX90 લૉન્ચ કરતાં પહેલાં, Volvoએ વારંવાર એ વાત પર ભાર મૂક્યો હતો કે, કંપનીએ તેની નવી ઇલેક્ટ્રિક SUVનું સલામતી સ્તર વધારવા માટે કેટલું કામ કર્યું છે. લગભગ દરેક નવી રીલીઝમાં એ વાત જણાવવામાં આવી છે કે, 'વોલ્વો EX90માં પ્રમાણભૂત સલામતી ધોરણ કોઈપણ અગાઉની વોલ્વો કાર કરતા વધારે છે.' આટલું જ નહીં, વોલ્વોએ આ કાર વિશે એવો પણ દાવો કર્યો છે કે, EX90માં આપવામાં આવેલી સેન્સિંગ ટેક્નોલોજી કારની અંદર અને બહાર એક અદ્રશ્ય કવચની જેમ કામ કરે છે.

વોલ્વોએ પોતાની નવી કાર EX30ના લોન્ચિંગ વખતે આવો જ દાવો કર્યો હતો. કંપનીએ કહ્યું કે, નવી ઇલેક્ટ્રિક કાર EX30ની સેફ્ટી ટેક્નોલોજી કારમાં બેઠેલા મુસાફરોને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખે છે. તેને ખાસ કરીને હકીકતની દુનિયાના દૃશ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વાતને સાબિત કરવા માટે, વોલ્વોએ સૌથી નાની કાર EX30 અને તેની સૌથી મોટી કાર EX90 વચ્ચે સાઇડ ઇફેક્ટ ક્રેશ ટેસ્ટ હાથ ધર્યો છે.

EX30ની સલામતી સાબિત કરવા માટે, Volvoએ તેની ઇન-હાઉસ ક્રેશ-ટેસ્ટ લેબમાં તેનું પરીક્ષણ કર્યું છે. અહેવાલો અનુસાર, Volvo EX30ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે અકસ્માત દરમિયાન કારની બોડી સ્ટ્રક્ચરની આસપાસની તમામ અસરને વેર વિખેર કરી નાખે છે. તેનો અર્થ એ કે, જોર કોઈ પણ એક જગ્યાએ કેન્દ્રિત ન થતા, વિવિધ ભાગોમાં વહેંચાઈ જાય છે. વધુમાં, EX30 અને EX90 બંનેનું નીચલું માળખું ક્રેશ દરમિયાન મહત્તમ અસરને શોષવા માટે રચાયેલ છે. આનાથી નાની કારને તમે મોટી કારની અપેક્ષા કરતાં ઓછું નુકસાન પહોંચાડશે.

વોલ્વોના આ ક્રેશ ટેસ્ટનો વીડિયો 'થોમ લવ' દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં તે જોઈ શકાય છે કે, મોટી SUV EX90 અને નાની ઇલેક્ટ્રિક કાર EX30 વચ્ચે કેવી રીતે સાઈડ ઈમ્પેક્ટ ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જોકે, કંપનીએ તેના ઈન્ટિરિયરની તસવીરો કે વીડિયો સાર્વજનિક કર્યા નથી. પરંતુ ઓટોબ્લોગ રિપોર્ટમાં વોલ્વો કાર સેફ્ટી સેન્ટરના લોટ્ટો જેકબસનને ઉલ્લેખીને જણાવ્યું હતું કે, ડેટા દર્શાવે છે કે, નાની કારમાં બેઠેલી બે મહિલા ડમી આ દુર્ઘટનામાં સુરક્ષિત હતી, તેમને ઓછી ઈજાઓ થઈ હતી.

પરંતુ આ વાત તો થઇ માત્ર વોલ્વો કાર વિશે, જે તેમના શક્તિશાળી સુરક્ષા ફીચર્સ માટે જાણીતી છે. અમુક કારને બાદ કરતાં, ભારતીય બજારમાં વેચાતી મોટાભાગની બજેટ હેચબેક કાર ક્રેશ ટેસ્ટમાં નબળી સાબિત થઈ છે. પછી ભલે તે મારુતિની WagonR હોય કે Hyundai i10. જ્યારે ટાટાની ટિયાગોને તેના સેગમેન્ટમાં સૌથી સુરક્ષિત હેચબેક માનવામાં આવે છે, જેને 4 સ્ટાર રેટિંગ મળ્યું છે.

દેશમાં જ્યારે ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (BNCAP) લાગુ કરવામાં આવ્યો ત્યારે, ગ્લોબલ NCAPના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ ડેવિડ વોર્ડે ભારતમાં SUV વાહનોની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તે સમયે ડેવિડે કહ્યું હતું કે, બોનેટની ઊંચી ડિઝાઈનને કારણે SUV જેવી મોટી કાર રાહદારીઓ અને નાની હેચબેક કાર માટે જોખમી છે. કારણ કે મોટી અને નાની કાર વચ્ચે અથડામણ દરમિયાન બોનેટ ઊંચા હોવાને કારણે શરીરના ઉપરના ભાગમાં નુકસાન થવાની શક્યતા ઘણી વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp