આનંદ મહિન્દ્રા કયો 'મેડ ઈન ઈન્ડિયા' ફોન વાપરે છે? પણ હવે આ કંપનીનો ફોન લેવો છે

PC: bazaar.businesstoday.in

આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા, ખાસ કરીને X (Twitter) પર ખૂબ જ સક્રિય છે. તેની તાજેતરની પોસ્ટમાં, મહિન્દ્રાએ ભારતમાં iPhone 15 બનાવવા પર ગર્વ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, ટૂંક સમયમાં તે મેડ-ઇન-ઇન્ડિયા પિક્સેલ ફોન પર પણ સ્વિચ કરશે. તેમને આશા છે કે તે Google Pixel ફોન પર સ્વિચ કરશે ત્યાં સુધીમાં આ ફોનનું ઉત્પાદન ભારતમાં શરૂ થઈ જશે.

આનંદ મહિન્દ્રાએ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, તાજેતરમાં તેઓ અમેરિકામાં વેરિઝોન સ્ટોરની મુલાકાત લીધી હતી. તેઓ ત્યાં લોકલ સીમકાર્ડ લેવા ગયા હતા. તેમણે સ્ટોરમાં હાજર એપલ સ્ટાફને કહ્યું કે, તેનો આઈફોન 15 'મેડ ઈન ઈન્ડિયા' છે.

તેમણે X પર લખ્યું, 'થોડા સમય પહેલા હું સ્થાનિક સિમ કાર્ડ માટે અમેરિકામાં વેરિઝોન સ્ટોર પર ગયો હતો, અને મેં સેલ્સપર્સનને ગર્વથી કહ્યું કે મારો iPhone 15 મેડ ઈન ઈન્ડિયા છે. તે આશ્ચર્યચકિત થઈ ગયો અને તે એક વાસ્તવિક આનંદ હતો! મારી પાસે Google Pixel પણ છે.

 

પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, 'જ્યારે ભારતમાં બનેલો Pixel ફોન આવશે, ત્યારે હું મેડ ઈન ઈન્ડિયા વર્ઝન પર સ્વિચ કરીશ. તેથી હું તેને કહી શકીશ કે મારો Pixel ફોન પણ ભારતમાં જ બનેલો છે..., પણ કદાચ પછી તેને આટલો આઘાત નહીં લાગે, કારણ કે ત્યાં સુધીમાં ભારત વિશ્વમાં જાણીતું મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બની ગયું હશે.'

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૂગલે ગુરુવારે (19 ઓક્ટોબર 2023) ભારતમાં ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં, કંપનીએ ભારત માટે તેની ઘણી મોટી યોજનાઓ, AI-સંચાલિત લોન્ચ અને અન્ય રોકાણો સંબંધિત માહિતી જાહેર કરી. આ ઈવેન્ટની સૌથી ખાસ વાત એ હતી કે, ગૂગલ હવે ભારતમાં Pixel ફોન બનાવશે અને આવતા વર્ષ સુધીમાં તેનું ઉત્પાદન શરૂ થઈ જશે. અહીં તમને જણાવી દઈએ કે, એપલે ભારતમાં iPhone SE સાથે 2017માં iPhones બનાવવાની શરૂઆત કરી હતી.

એપલ ભારતમાં પહેલેથી જ આઈફોનનું ઉત્પાદન કરી રહી છે. હવે ગૂગલ પણ આવું જ કરવા જઈ રહ્યું છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક હબ બનવા માંગે છે. તેણે વર્ષ 2025-26 સુધીમાં 300 બિલિયન ડૉલર મૂલ્યના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે. ગૂગલે 4 ઓક્ટોબર, 2023ના રોજ Pixel 8 અને Pixel 8 Pro ફોન લોન્ચ કર્યા હતા. તેમની પ્રારંભિક કિંમત 75,999 રૂપિયા અને 1,06,999 રૂપિયા છે. ગૂગલ તેના ફોન પર 7 વર્ષ એટલે કે 2030 સુધી સપોર્ટ આપશે. તે OS અપડેટ્સ, સુરક્ષા અપડેટ્સ, ફીચર ડ્રોપ્સ અને AI નવીનતાઓ મેળવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp