કોણ છે નીલ મોહન જેમને બનાવાયા યુટ્યુબના નવા CEO, 2008મા 544 કરોડ...

PC: livemint.com

દુનિયાના સૌથી પોપ્યુલર વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબના CEO સુસાન વોજ્સ્કીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 54 વર્ષીય સુસાને પોતાના બ્લોગ પોસ્ટમાં રાજીનામાની જાહેરાત કરતા લખ્યું કે, ‘તેઓ હવે પોતાના પરિવાર, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત પરિયોજનાઓને પ્રાથમિકતા આપશે.’ ગુગલમાં એડવર્ટાઈઝમેન્ટ પ્રોડક્ટ માટે સીનિયર વાઇસ પ્રેસિડેન્ટના રૂપમાં કાર્ય કર્યા બાદ વર્ષ 2014માં યુટ્યુબના CEO તરીકે તેમની વરણી કરવામાં આવી હતી. હવે યુટ્યુબના નવા ચીફ પ્રોડક્ટના પદ પર કાર્ય કરી રહેલા ભારતીય મૂળના અમેરિકન નીલ મોહન તેમનો કાર્યભાર સંભાળશે.

કોણ છે નીલ મોહન?

ભારતીય મૂળના નીલ મોહન પહેલા યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઑફિસરના પદ પર કાર્યરત હતા. વર્ષ 2008માં યુટ્યુબના સ્વામિત્વવાળી કંપની ગૂગલને તેમણે જોઇન્ટ કરી હતી. લગભગ 15 વર્ષોથી નીલ મોહન અને વોજ્સ્કી અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. નીલ મોહન વર્ષ 2007માં થયેલા ડબલ ક્લિકના અધિગ્રહણનો હિસ્સો હતા અને પછી ડિસ્પ્લે એન્ડ વીડિયો એડ્સના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટના પદ પર પહોંચ્યા. વર્ષ 2015માં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસરના પદ પર તેમની વરણી કરી દેવામાં આવી.

નીલ મોહને વર્ષ 1996માં અમેરિકામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચલર્સની ડિગ્રી હાંસલ લાધી. ત્યારબાદ તેમણે વર્ષ 2005માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાં પોતાનું MBA પૂરું કર્યું. યુટ્યુબ સિવાય, તેઓ કપડાં અને ફેશન કંપની સ્ટિચ ફિક્સના બોર્ડ ડિરેક્ટરના રૂપમાં કામ કરી ચૂક્યા છે. તેઓ 23andMe બાયોટેકનોલોજી રિસર્ચ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરના રૂપમાં પણ કામ કર્યું.

ગૂગલ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ માટે કામ કરનારા નીલ મોહને પોતાના શરૂઆતી કરિયરમાં માઈક્રોસોફ્ટમાં એક ઇન્ટરનશિપ કરી.તેમણે ગુગલમાં ડિસ્પ્લે અને વીડિયો એડવર્ટાઈઝિંગ ડિવિઝનની દેખરેખ કરી, જ્યાં તેઓ કંપનીના યુટ્યુબ, ગૂગલ ડિસ્પ્લે નેટવર્ક, Adsense, AdMob અને DoubleClick એડ ટેક પ્રોડક્ટ સર્વિસિસના પ્રભારી હતા. નીલ મોહને આ વર્ષે ગૂગલને અંદાજિત 7 બિલિયન ડૉલર કમવાનું અનુમાન લગાવ્યું છે.

એક રિપોર્ટ મુજબ, એક ઇન્ડો-અમેરિકન એક્ઝિક્યુટિવ નીલ મોહનને ટ્વીટર પર એક પદ સ્વીકાર કરવાથી રોકવા ગૂગલ પાસેથી 100 કરોડ ડૉલરણી ભારે ભરકમ બોનસ મળ્યું છે. TechaCrunchના રિપોર્ટ મુજબ, તેમને એક વખતમાં 10 કરોડ ડોલરનું પેમેન્ટ મળ્યું. બિઝનેસ ઇનસાઇડરના રિપોર્ટ મુજબ, આ સમયે જો ગૂગલ સ્ટોકની કિંમત જોઈએ તો એ શેરોની કિંમત હવે લગભગ 150 મિલિયન ડૉલર હોવાની સંભાવના છે.

કહાની વર્ષ 2008ની છે જ્યારે નીલ એક ડબલ ક્લિક નામની કંપનીમાં કામ કરતાં હતા. ત્યારબાદ ગૂગલે તેને ખરીદી લીધી. એ સમયે ગૂગલે એ કંપનીમાં કામ કરતા કોઈ પણ કર્મચારીને નોકરીમાંથી ન કાઢ્યા, પછી શું? નીલ મોહનની ગૂગલ સાથે શરૂઆત થઈ ગઈ. સમય ધીરે-ધીરે વીતતો ગયો. નીલને ટ્વીટરની નોકરીની ઓફર આવી. તેઓ નોકરી છોડવાની તૈયારીમાં લાગી ગયા. તેઓ કામમાં એટલા કુશળ હતા કે તેમના બોસ અને સાથી સીનિયર તેમને ગુમાવવા માગતા નહોતા અને આ જ એ કારણ હતું કે ટ્વીટર તેને પોતાની સાથે કામ કરવા માટે મોઢે માગેલી રકમ આપવા તૈયાર હતી.

જ્યારે આ જોબ ઓફર બાબતે ગૂગલના ઉચ્ચ અધિકારીઓને મળી તો નીલને રોકવા માટે કંપની તરફથી 100 મિલિયન ડૉલર એટલે કે એ સમયના લગભગ 544 કરોડ બોનસ તરીકે આપવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે 100 મિલિયન ડોલર્સનું બોનસ કંપનીના ઘણા ઓછા લોકો મળે છે. આખા ગૂગલમાં આ સમયે એટલી રકમ બોનસના રૂપમાં મેળવનાર ગુગલના ચેરમેન એરિક શ્મિટ સિવાય એકમાત્ર એવા વ્યક્તિ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp