ભારતમાં આવી WHOOP, કોહલી-રોનાલ્ડો પણ છે આ બેન્ડના ફેન, જાણો શું છે આમાં ખાસ

PC: indianexpress.com

વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ સિરાજને તમે એક બેન્ડ પહેરીને જોયા હશે. આ બેન્ડનું નામ WHOOP છે. આ નામ ઘણા લોકો માટે નવું હશે, પરંતુ  વર્લ્ડ કપ 2023 દરમિયાન એ ખૂબ ચર્ચામાં રહી. અમેરિકન કંપની WHOOP હવે ભારતમાં પણ વેંચશે. હાલમાં જ WHOOPએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. રોનાલ્ડોએ આ કંપનીમાં મોટું રોકાણ પણ કર્યું છે.

ભારતમાં ઘણા સમયથી લોકો આ ખાસ પ્રકારની ફિટનેસ બેન્ડ લોંચ થવાની રાહ જોઇ રહ્યા હતા. જો કે, ઘણા ભારતીય દિગ્ગજ તેને અમેરિકાથી જ ખરીદીને પહેરતા નજરે પડ્યા છે, જેમાં ધોનીથી લઇને OYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ પણ સામેલ છે. વર્લ્ડ કપની સેમીફાઇનલમાં જ્યારે વિરટ કોહલીએ સચિન તેંદુલકરના સૌથી વધુ સદીવાળા રેકોર્ડને તોડ્યો હતો તો એ મેચ દરમિયાન વિરટ કોહલીના હાથમા બાંધેલી આ બેન્ડ ચર્ચમાં આવી. ઘણા લોકો સવાલ કરતા હતા કે એ ભારતમાં ક્યારે આવશે.

WHOOPના CEO વિલ અહમદે આપી જાણકારી

હવે WHOOPના CEO વિલ અહમદે એક પોસ્ટમાં કંફર્મ કર્યું કે, હવે WHOOP ભારતમાં ઉપલબ્ધ છે. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું કે, દુનિયના ઘણા મોટા ક્રિકેટર અને જાણીતા એથલીટ પહેલાથી આ WHOOPનો ઉપયોગ કરી રહ્યા છે.છે. વિલ અહમદે પોસ્ટમાં એક લિંક આપી છે, જેના પર ક્લિક કરીને તમે WHOOPની મેમ્બરશિપ લઇને ખરીદી શકો છો. જો કે, અત્યારે કોઇ ભારતીય વેબસાઇટ નથી, પરંતુ તમે ડિલિવરીમાં ભારતનું ઓપ્શન પસંદ કરી શકો છો. ગ્લોબલ વેબસાઇટથી જ તેને ભારતમાં ઓર્ડર કરી શકાય છે.

મેમ્બરશિપના 2 ઓપ્શન

WHOOPની વેબસાઇટ પર જ્યારે અમે વિઝિટ કરી તો અમને ત્યા 2 મેમ્બરશિપ પ્લાન નજરે પડ્યા. તેમાં એક 399 અમેરિકન ડૉલરનો પ્લાન છે, જેમાં 24 મહિનાની મેમ્બરશિપ મળે છે. તો વર્ષિક મેમ્બરશિપ પ્લનની કિંમત 239 અમેરિકન ડોલર છે.

WHOOPમાં શું છે ફિચર્સ?

WHOOP એક બેન્ડ જેવી છે, જેમાં ઘણા એક્સક્લૂઝિવ ફિચર્સ છે. આ બેન્ડમાં કોઇ ડિસ્પ્લે નથી. આ બેન્ડ બોડી રિકવરી પર ફોકસ કરે છે એટલે કે એથલીટને બતાવે છે કે તે પરફોર્મન્સ માટે કેટલો તૈયાર છે. આ ફિટનેસ બેન્ડ એક્યૂરેટ ડેટા આપે છે, જે કોઇ બીજા બેંડમાં મેળવું ખૂબ મુશ્કેલ થઇ જાય છે. તેમાં કોઇ ડિસ્પ્લે નથી અને તેનું ચાર્જિંગ મેથડ પણ ખૂબ અલગ છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે તેને ચોવીસ કલાક કલાઇમાં પહેરી શકાય છે.

અહીં સુધી કે પહેરીને ચાર્જ પણ કરી શકાય છે. WHOOPના CEOએ જણાવ્યુ કે, WHOOP બેન્ડના ફિટનેસ ડેટા સાયન્ટિફ્કલકલી પ્રૂવન છે. સાથે જ કંપનીએ તેને બનાવવા માટે ડૉક્ટર અને સાયન્ટિસ્ટ સાથે મળીને કામ કર્યુ છે. WHOOPની શરુઆત વર્ષ 2015મા થઇ હતી અને વિલ અહમદ તેના CEO અને ફાઉન્ડર છે. કંપનીએ પોતાની પહેલી પ્રોડક્ટ પણ વર્ષ 2015મા જ લોન્ચ કરી હતી અને તેનું નામ WHOOP 1.0 હતું. વર્ષ 2023મા WHOOP 4.0ને લોન્ચ કરવામાં આવ્યું છે. હાલમાં જ કંપનીએ OpenAI સાથે પાર્ટનરશિપ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp