OLA ઇલેક્ટ્રીક સ્કુટર કંપનીએ 1472 કરોડની ખોટ કેમ કરી?
બેંગલુરુની સ્ટાર્ટઅપ કંપની અને ઇલેક્ટ્રીક સ્કુટરમાં દેશની નંબર વન કંપની OLA ઇલેક્ટ્રીક સ્કુટરએ વર્ષ 2023માં 2.5 લાખ સ્કુટર વેચ્યા હોવા છતા 1472.08 કરોડ રૂપિયાની ખોટ કરી છે. ત્યારે સવાલ એ છે કે આટલા બધા વાહનો વેચવા છતા કંપનીએ ખોટ કેમ કરવી પડી?
કંપનીએ જણાવ્યું છે કે, હાઇ ઓપરેટીંગ કોસ્ટને કારણે કંપનીને ખોટ સહન કરવી પડી છે. વર્ષ 2022માં કંપનીએ 784, 15 કરોડની ખોટ કરી હતી. મતલબ એક વર્ષમાં ખોટ ડબલ થઇ ગઇ છે.
વર્ષ 20222માં કંપનીની ઓપરેટીંગ કોસ્ટ 373.42 કરોડ રૂપિયા હતી જે 2023માં 2630,93 કરોડ રૂપિયા થઇ ગઇ છે.
OLA દેશની સૌથી મોટી ઇલેકટ્રીક સ્કુટર કંપની બની ગઇ છે. બીજા નંબર પર ટીવીએસ છે અને ત્રીજા નંબર પર એથર એનર્જિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp