નવી બાઇકમાં કિક સ્ટાર્ટ સિસ્ટમ કેમ નથી આવતી! જાણો શું છે કારણ

PC: navbharattimes.indiatimes.com

આજકાલ માર્કેટમાં એવી અનેક મોટરસાઈકલ આવી રહી છે, જેમાં કિક હોતી જ નથી. નવી બાઇક્સમાં કિક-સ્ટાર્ટ સિસ્ટમ જોવા નથી મળતી. હવે મોટાભાગની બાઇક્સમાં માત્ર સેલ્ફ સ્ટાર્ટ સિસ્ટમ આવી રહી છે. ત્યાં સુધી કે, કમ્યુટર સેગમેન્ટની બાઇક પણ સેલ્ફ સ્ટાર્ટથી સજ્જ થઇ ચુકી છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં આ સવાલ આવે છે કે, આખરે આની પાછળનું કારણ શું છે? આજે અમે તમને આ લેખમાં તે કારણો વિશે જણાવવાનો પ્રયત્ન કરીશું.

આધુનિક બાઈકમાં ફ્યુઅલ ઈન્જેક્શન સિસ્ટમ આપવામાં આવે છે, જે માત્ર બાઈકના માઈલેજમાં સુધારો નથી કરી રહી પણ કિક-સ્ટાર્ટ સિસ્ટમની જરૂરિયાતને પણ દૂર કરે છે. FI (ફ્યુઅલ ઇન્જેક્શન) એન્જિનવાળી બાઈકમાં કિક સ્ટાર્ટર હોતું નથી અને તેનું એક મુખ્ય કારણ એ છે કે, FI-આધારિત એન્જિનોમાં સબમર્સિબલ પંપનો ઉપયોગ કરીને ટાંકીમાંથી પેટ્રોલ પમ્પ કરવામાં આવે છે, અને પછી ફ્યુઅલ ઇન્જેક્ટર પેટ્રોલને અંદર દાખલ કરે છે. આ પંપ ચલાવવા માટે ન્યૂનતમ વોલ્ટેજ જરૂરી છે, જે બેટરી દ્વારા પુરી પડી રહે છે. આ કિસ્સામાં, કિક-સ્ટાર્ટની જરૂર નથી પડતી.

એક વાત એવી પણ છે કે, પંપ ચલાવવા માટે ઓછામાં ઓછું 9V વોલ્ટેજ જરૂરી છે. જો લો વોલ્ટેજ જનરેટ થાય તો ફ્યુઅલ પંપ કામ કરતું નથી. જો FI બાઇક શરૂ કરવા માટે કિકનો ઉપયોગ કરવામાં આવે તો તે જરૂરી વોલ્ટેજ જનરેટ કરતું નથી તેથી બાઇકને કિક કરવાનો કોઈ અર્થ નથી.

સમયની સાથે ટેક્નોલોજી ઝડપથી બદલાઈ રહી છે અથવા તો એમ કહો કે, ટેક્નોલોજી સતત આગળ વધી રહી છે. આ સમયે જે સેલ્ફ-સ્ટાર્ટ સિસ્ટમ્સ આવી રહી છે તે એકદમ અદ્યતન છે. તેમાં વધુ લાંબો સમય ચાલતી અને પાવરફુલ બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે, જે કોઈપણ હવામાન કે સ્થિતિમાં સરળતાથી બાઇકને સ્ટાર્ટ કરવામાં સક્ષમ છે. આજની બાઇક્સમાં કિક-સ્ટાર્ટ ન આપવાનું આ પણ એક કારણ છે.

બાઈકની ડિઝાઈન પણ ઝડપથી બદલાઈ છે, હવે તમને મોટાભાગની બાઈકમાં સ્પોર્ટી લુક અને એલિમેન્ટ જોવા મળશે. પ્રીમિયમ બાઇકની એરોડાયનેમિક્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે બાઇક્સના ભાગો વધુ આકર્ષક અને તીક્ષ્ણ હોય. નવી ડિઝાઈન પ્રમાણે કિક-સ્ટાર્ટ બાઈકમાં બહુ ફીટ થતું નથી. એટલું જ નહીં, નવા ડ્રાઇવરોને કિક-સ્ટાર્ટ કરતાં સેલ્ફ સ્ટાર્ટને વધુ સારી માને છે. જો તમે એક ક્રુઝર મોડલની વાત કરીએ તો તેની સીટિંગ પોઝિશન ડ્રાઈવરને ખૂબ પાછળ લઈ જાય છે, સાથે જ તેની હાઈટ પણ ઓછી હોય છે. આવી સ્થિતિમાં, બાઇકને કિકથી સ્ટાર્ટ કરવી થોડી મુશ્કેલ બની જાય છે.

જો તમે જૂની બાઈક ચલાવો છો અથવા ક્યારેય જૂની બાઇક ચલાવી છે, તો તમે આ સારી રીતે સમજી શકો છો. ક્યારેક ભીડભાડવાળા શહેરમાં ભારે ટ્રાફિક વચ્ચે બાઇક અચાનક અટકી જાય છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે કિકથી બાઇકને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરો છો અને બાઇક સ્ટાર્ટ ન થાય તો તમારી મુશ્કેલીઓ વધી જાય છે. આવા પ્રસંગોએ સેલ્ફ સ્ટાર્ટ વધુ સારું અને વધુ અનુકૂળ માનવામાં આવે છે.

જો કે, એવો કોઈ નક્કર પુરાવો નથી કે, ઓટોમેકર્સ ખર્ચ ઘટાડવા માટે મોટરસાયકલમાં કિક-સ્ટાર્ટ આપતા નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે, બાઇકમાં કિક-સ્ટાર્ટ સિસ્ટમનો સમાવેશ ન થવાથી તેની કિંમત પર અસર પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp