મારુતિની CNG કારો આ બે કંપનીઓથી વધારે કેમ વેચાઈ છે? આ છે 3 મોટા કારણો

PC: autocarindia.com

ભારતીય ઓટો માર્કેટમાં ગ્રાહકો જ્યારે સારી માઈલેજ અને બજેટલક્ષી કારો લેવાનો વિચાર કરે છે ત્યારે સૌથી પહેલા દિમાગમાં મારુતિ સુઝુકીનું નામ આવે છે. ત્યાર બાદ ટાટા કે હ્યુંડૈનો વારો આવે છે. આ 3 કંપનીઓનો ઉલ્લેખ સૌથી પહેલા એટલા માટે આવે છે, કારણ કે આ કંપનીઓએ મિડલ ક્લાસ લોકો માટે 10 લાખ રૂપિયા સુધીની ઘણી કારો રજૂ કરી છે. જે પેટ્રોલ અને CNGની સાથે સાથે ડીઝલ એન્જિન ઓપ્શન પણ આપે છે.

ખાસ કરીને સીએનજી કારોની વાત કરીએ તો, મારુતિ સુઝુકીએ ગ્રાહકો માટે એકથી ચઢિયાતા વિકલ્પ આપ્યા છે. જે હેચબેક અને સેડાનની સાથે SUV સેગમેન્ટમાં પણ છે. એવામાં મારુતિની સીએનજી કારો સૌથી વધારે વેચાય છે. ત્યાર બાદ હ્યુંડૈ અને ટાટા જેવી કંપનીઓની સીએનજી કારો ધીમે ધીમે માર્કેટમાં પોતાની જગ્યા બનાવી રહી છે. આ 3 કારણોને લીધે મારુતિ સુઝુકીની સીએનજી કારો સૌથી વધારે વેચાય છે...

મારુતિ સુઝુકી પાસે દરેક સેગમેન્ટમાં CNGનો વિકલ્પ

જો ગ્રાહક સીએનજી કાર ખરીદવાનું વિચારે છે અને તેના દિમાગમાં હેચબેક કાર આવતી હોય તો તેની પાસે મારુતિ સુઝુકીની ઘણી કારોનો ઓપ્શન રહે છે, જે સીએનજી વિકલ્પ ગ્રાહકને આપે છે. જેમાં અલ્ટો કે10, એસ-પ્રેસો, સિલેરિયો, વેગનઆર, સ્વિફ્ટ અને બલેનો જેવી કારો સીએનજી ઓપ્શનની સાથે આવે છે. ત્યાર પછી સિડાન અને એસયૂવી સેગમેન્ટમાં ક્રમશઃ ફ્રોન્ક્સ, બ્રેઝા, એક્સએલ6 અને ગ્રેન્ડ વિટારા જેવી સીએનજી કારોનો ઓપ્શન મળે છે. MPV(મલ્ટી પરપઝ વ્હીકલ)ના સેગમેન્ટમાં મારુતિ અર્ટિગા પણ છે. બીજી બાજુ હ્યુંડૈ અને ટાટાની પાસે પણ હેચબેક, સેડાન અને એસયૂવી સેગમેન્ટમાં સીએનજી કારો છે. પણ તેની સંખ્યા મારુતિ સુઝુકીની સરખામણીમાં સીમિત છે.

મારુતિની CNG કારોનું માઇલેજ

સીએનજી કારો વેચાવા પાછળ સૌથી મોટું કારણ તેનું માઈલેજ છે. પેટ્રોલ કારોની સરખામણીમાં સીએનજી કારોની માઈલેજ વધારે હોય છે અને તે સસ્તી પણ મળે છે. મારુતિની સીએનજી કારોની માઈલેજ ટાટા મોટર્સ અને હ્યુંડૈની સીએનજી કારોની સરખામણીમાં વધારે હોય છે. સિલેરિયો સીએનજીનું માઈલેજ 36 કિમી પ્રતિ કિલોગ્રામ સુધીનું છે. તેની સાથે જ વેગનઆર, સ્વિફ્ટ, ડિઝાયર અને અલ્ટો કે10ના સીએનજી વેરિયન્ટનું માઇલેજ પણ વધારે છે. તો અન્ય બે કંપનીઓ ટાટા અને હ્યુંડૈની કારો વધારે પાવરફુલ હોય છે, પણ મારુતિની સરખામણીમાં માઇલેજ ઓછું આપે છે.

સૌથી સસ્તી CNG કારો મારુતિ વેચે છે

કાર ખરીદતા સમયે ભારતમાં લોકો બજેટનું ખાસ ધ્યાન રાખતા હોય છે. ગ્રાહકોની કોશિશ હોય છે કે તેમને સારી કાર મળી જાય. આ મામલામાં મારુતિ સુઝુકીએ ઘણાં સારા વિકલ્પો આપ્યા છે. જેમાં સૌથી સસ્તી અલ્ટો કે10 કે એસ-પ્રેસોની સાથે જ વેગનઆર સીએનજી, સિલેરિયો સીએનજી જેવી કારો પણ છે. બીજી તરફ ટાટા અને હ્યુંડૈની સીએનજી કારો મારુતિની સીએનજી કારોની સરખામણીમાં થોડી મોંઘી હોય છે. એવામાં લોકો મારુતિ સુઝુકીની કારો લેવાનું વધારે પસંદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp