દેશમાં નાની કારોનું વેચાણ કેમ ઘટ્યું, મધ્યમવર્ગીય પરિવાર...

PC: patrika.com

એન્ટ્રી લેવલની નાની કાર ખરીદવી એ લોકોનું સ્વપ્ન છે જેઓ સ્કૂટર અથવા મોટરસાઇકલ ચલાવે છે. લોકોનો આ ક્રેઝ જોઈને ટાટાએ લખટકિયા નેનો કાર લોન્ચ કરી હતી. જો કે નેનો કાર પ્રોજેક્ટ એટલો સફળ રહ્યો ન હતો. પરંતુ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીની નાની કાર માટે લોકોમાં ઘણો ક્રેઝ હતો. મારુતિ સુઝુકીની નાની કારથી દેશના ઉભરતો મધ્યમ વર્ગ નાની કાર ખરીદીને પોતાનું સપનું પૂરું કરતો હતો. એક સમય હતો જ્યારે દેશમાં નાની કાર સૌથી વધુ વેચાતી હતી, પરંતુ હવે તેની જગ્યા SUVએ લઈ લીધી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, નિયમનકારી નિયમો અને અન્ય કારણોસર, હેચબેક એટલે કે નાની કારની કિંમતો ઝડપથી વધી છે. જેના કારણે આ સેગમેન્ટના કાર ખરીદનારાઓની ખરીદ ક્ષમતા પર અસર પડી છે. મારુતિ સુઝુકી, જે નાની કાર બનાવવા માટે જાણીતી છે, કંપનીના સેલ્સ અને માર્કેટિંગ હેડ પાર્થો બેનર્જીએ જણાવ્યું હતું કે, પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં SUV વાહનોનો હિસ્સો વધીને 53.6 ટકા થયો છે અને નાની કારના કુલ વેચાણમાં હિસ્સો એકદમ ઘટી ગયો છે, પાર્થો બેનર્જીએ વધુમાં કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં હેચબેક કારના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જેના કારણે ખરીદદારોની તેને ખરીદવાની ક્ષમતા પર અસર પડી છે. તેમણે કહ્યું કે સુરક્ષા અને ઉત્સર્જન માપદંડોના પાલનને કારણે નાની કાર મોંઘી થઈ ગઈ છે. પરંતુ તે સેગમેન્ટમાં જે લોકો નાની કાર ખરીદે છે તેમની આવક તે પ્રમાણમાં વધી નથી.

પહેલાના સમયમાં, દેશમાં નાની કારની માંગ સૌથી વધુ હતી, જેનું સ્થાન સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ એટલે કે SUVએ લીધું છે. દેશના પેસેન્જર કાર સેગમેન્ટમાં નાણાકીય વર્ષ 2017-18માં નાની કારનો હિસ્સો 47.4 ટકા હતો. પરંતુ ત્યારપછી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને નાણાકીય વર્ષ 2023-24માં તે 30 ટકાથી ઘટીને માત્ર 27.7 ટકા પર આવી ગયો છે. જે નાણાકીય વર્ષ 2022-23માં 34.4 ટકા હતો. નાણાકીય વર્ષ 2023-24માં, SUVની મજબૂત માંગને કારણે પેસેન્જર વાહન ઉદ્યોગે 8.7 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. જ્યારે આ નાણાકીય વર્ષમાં નાની કારના વેચાણમાં 12 ટકાનો ઘટાડો જોવામાં આવ્યો છે.

તાજેતરમાં, મારુતિ સુઝુકીના ચેરમેન R.C. ભાર્ગવે કહ્યું હતું કે, તે સેગમેન્ટમાં ખરીદદારોની આવક એ જ ગતિએ વધી નથી જે સાથે એન્ટ્રી-લેવલ વાહનોના ભાવમાં વધારો થયો છે, જેના કારણે નાની કારની માંગને અસર થઇ છે. જો કે, SUV માટે વધતા ક્રેઝ વચ્ચે, મારુતિ સુઝુકીને આશા છે કે, નાની કારની માંગ 2026 અથવા 2027ના અંત સુધીમાં ફરી વધશે. પાર્થો બેનર્જીએ કહ્યું કે, ટુ-વ્હીલરના વેચાણમાં ફરીથી વધારો થયો છે, જે હેચબેક સેગમેન્ટમાં કાર માટે સારો સંકેત છે. તેમણે કહ્યું, અમે અગાઉ પણ જોયું છે કે, ટુ-વ્હીલર સેગમેન્ટમાં માંગમાં વધારો થયાના થોડા સમય પછી, નાની કાર સેગમેન્ટની માંગમાં પણ વધારો થાય છે. પાર્થો બેનર્જીએ જણાવ્યું હતું કે, જેમ સમયની સાથે કાર ખરીદવાની ક્ષમતા વધે છે, તેમ નાની કારના વેચાણમાં ફરી એકવાર તેજી આવશે.

સલામતી અને ઉત્સર્જનના ધોરણોને પૂર્ણ કરવાને કારણે નાની કાર મોંઘી બની છે, પરંતુ કાર લોન મોંઘી થવાને કારણે પણ વેચાણ પર અસર પડી છે. મે 2022 પહેલા, RBIનો રેપો રેટ 4 ટકા હતો, જે ફુગાવાને નિયંત્રિત કરવા માટે આગામી 9 મહિનામાં 6.50 ટકા કરવામાં આવ્યો. અને આ રેપો રેટ છેલ્લા એક વર્ષથી આ સ્તરે સ્થિર છે. પરંતુ રેપો રેટમાં વધારાને કારણે બેંકોએ કાર લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી કરી દીધી છે. એક તો મોંઘવારી અને તેની ઉપર મોંઘી કાર લોન. જેના કારણે લોકોના બજેટ પર અસર પડી છે. જોકે, કાર કંપનીઓને આશા છે કે, અર્થતંત્રમાં તેજી આવવાથી લોકોની આવકમાં વધારો થશે અને તેનાથી નાના વાહનોના વેચાણને વેગ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp