25 હજારનું આ ઈલેક્ટ્રિક સ્કૂટર સાઈકલની જેમ પણ વાપરી શકાય

PC: bikedekho.com

ભારતના ટુ વ્હીલર સેક્ટરમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે, જેનું કારણ એ છે કે, તે પેટ્રોલ એન્જિનની તુલનામાં વધુ સસ્તું છે. ઈલેક્ટ્રિક સ્કૂટરની વર્તમાન રેન્જમાં, આજે અમે દેશના સૌથી ઓછી કિંમતના ઈ-સ્કૂટર વિશે વાત કરી રહ્યા છીએ, જે તેની બમણી રેન્જ માટે પસંદ કરવામાં આવે છે અને આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું નામ છે Avon E Plus.

જો તમે ઓછા બજેટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો વિકલ્પ તરીકે, આ ઇલેક્ટ્રિક સ્કૂટર કમ ઇલેક્ટ્રિક સાઇકલની કિંમત, રેન્જ, સુવિધાઓ અને વિશિષ્ટતાઓની સંપૂર્ણ વિગતો જાણો, જે ઓછા બજેટમાં સારી રેન્જ માટે સારો વિકલ્પ બની શકે છે.

કંપનીએ 25,000 રૂપિયા (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમત સાથે Avon E Plus ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. ઓન-રોડ થયા પછી, આ કિંમત 29,371 રૂપિયા થઈ જાય છે.

Avon E Plus ઇલેક્ટ્રિક સ્કૂટરમાં, કંપનીએ 48V, 12Ah ક્ષમતાનું VRLA બેટરી પેક લગાવ્યું છે જેની સાથે 220 વોટની ઇલેક્ટ્રિક મોટર ઉમેરવામાં આવી છે, જે BLDC ટેક્નોલોજી પર આધારિત છે. આ બેટરી પેકના ચાર્જિંગ વિશે કંપનીનો દાવો છે કે, સામાન્ય ચાર્જરથી ચાર્જ કરવા પર આ બેટરી પેક 4 થી 8 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે.

કંપનીનો દાવો છે કે, એકવાર ફુલ ચાર્જ થઇ ગયા પછી આ ઇલેક્ટ્રિક સ્કૂટર 50 Kmની રાઇડિંગ રેન્જ આપે છે. આ રેન્જ સાથે, 24 kmphની ટોપ સ્પીડ ઉપલબ્ધ છે.

આ સિવાય કંપનીએ આ સ્કૂટરમાં સાઈકલના પેડલ્સ પણ આપ્યા છે, બેટરીનું ચાર્જિંગ પૂરું થઇ જાય તો ચલાવનાર તેને સામાન્ય સાઈકલની જેમ પણ તેનો ઉપયોગ કરી શકે છે. કંપનીએ આ સ્કૂટરને ખૂબ જ હળવા વજનનું બનાવ્યું છે, જેથી રાઇડરને સાઇકલની જેમ ઉપયોગમાં લેતી વખતે પેડલ મારવા માટે વધુ તાકાત ન લગાવવી પડે.

બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો તેના આગળ અને પાછળના બંને વ્હીલમાં ડ્રમ બ્રેક લગાવવામાં આવી છે. સસ્પેન્શન સિસ્ટમમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક પ્રકારનું હાઇડ્રોલિક સસ્પેન્શન અને પાછળના ભાગમાં સ્પ્રિંગ આધારિત શોક શોષક લગાવવામાં આવ્યું છે.

Avon E Plusમાં મળેલા ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં સેલ્ફ સ્ટાર્ટ, ક્રુઝ કંટ્રોલ, હેલોજન હેડલાઈટ, રેડિયલ ટાયર, એલોય વ્હીલ, સ્ટાઇલિશ રાઈડિંગ સીટ, પાછળના ભાગમાં યુટિલિટી બોક્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp