ભારત આવશે 108 MP કેમેરો અને સ્નેપડ્રેગન 865 પ્રોસેસરવાળો Xiaomiનો આ દમદાર ફોન

PC: gsmarena.com

ચીનની સ્માર્ટફોન કંપની Xiaomiએ કાલે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ ચીનમાં Mi સીરિઝના ફ્લેગશિપ સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે. આ સ્માર્ટફોન્સ Mi 10 અને Mi 10 Pro છે. ભારતમાં સામાન્યરીતે Mi સીરિઝના ફ્લેગશિપ સ્માર્ટફોન્સ લોન્ચ કરવામાં નથી આવતા. પરંતુ આ વખતે સ્થિતિ બદલાઈ શકે છે. Xiaomi Indiaના હોડ અને ગ્લોબલ વાઈસ પરેસિડન્ટ મનુ કુમાર જૈને એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ પરથી એ તો લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે, Mi 10 સીરિઝ સ્માર્ટફોન્સ ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે.

મનુ જૈન દ્વારા કરવામાં આવેલા આ ટ્વીટમાં Mi 10, Mi 10 Pro વિશે જણાવવામાં આવ્યું છે. સાથે જ આ ટ્વીટમાં તેમણે લખ્યું છે. આ Mi 10 છે, તેમાં સ્નેપડ્રેગન 865 પ્રોસેસર, 108 મેગાપિક્સલનો કેમેરો, 5G અને બીજું ઘણું બધું છે. તેમણે કહ્યું છે, Mi Fans, અમે આ કટિંગ એજ ટેકનોલોજીને ભારતમાં ફર્સ્ટ એક્સેસ અપાવવા માટે કામ કરી રહ્યા છીએ. તમને ખબર છે કે, મારો મતલબ શું છે?

મનુ જૈન દ્વારા કરવામાં આવેલા આ ટ્વીટ પરથી એવી આશા રાખવામાં આવી રહી છે કે, Mi 10 ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. જોકે, હજુ સુધી લોન્ચની ટાઈમલાઈન જણાવવામાં આવી નથી, પરંતુ આવતા મહિને તેને ભારતમાં રજૂ કરવામાં આવી શકે છે.

Mi 10 અને Mi 10 Proની વાત કરીએ તો આ બંને સ્માર્ટફોન્સમાં ક્વાલકોમનું ફ્લેગશિપ પ્રોસેસર સ્નેપડ્રેગન 865 આપવામાં આવ્યું છે. Mi 10 Proનું 5G વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાયમરી રિયર કેમેરો પણ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp