ફોન બનાવતી કંપની Xiaomiએ લોન્ચ કરી પહેલી ઇલેક્ટ્રિક કાર, જાણો કિંમત

PC: twitter.com

ચીનની પ્રમુખ સ્માર્ટફોન બનાવનારી કંપની Xiaomiએ અંતે પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર Xiaomi SU7 સેડાન સત્તાવાર રૂપે લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક સેડાનની બુકિંગ ચીનમાં શરૂ કરી દીધી છે. જેને એપના માધ્યમથી બુક કરી શકાય છે. આ કારને 215,900 યુઆન થી લઈને 299,900 યુઆન (લગભગ 30,000 અમેરિકન ડોલરથી 40,000 અમેરિકન ડોલર) વચ્ચે લોન્ચ કરવામાં આવી છે.

ભારતીય ચલણમાં કન્વર્ટ કરવા પર આ કારની શરૂઆતી કિંમત લગભગ 25-30 લાખ રૂપિયા વચ્ચે હશે. કિંમતના હિસાબે Xiaomi SU7 ઇલેક્ટ્રિક કાર ટેસ્લા મોડલ 3થી સસ્તી છે. ચીનમાં ટેસ્લા મોડલ 3ની શરૂઆતી કિંમત 245,900 યુઆન છે. જ્યારે આ ઇલેક્ટ્રિક સેડાન કારને રજૂ કરવામાં આવી હતી એ સમયે તેના લુક અને ડિઝાઇનને જોઇને તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાકનું કહેવું હતું કે, તેની ડિઝાઇન ટેસ્લા અને પોર્સે સાથે ખૂબ હળતી મળતી છે.

Xiaomiના CEO લેઈ જૂને કહ્યું કે Xiaomiની કારોમાં સ્માર્ટ ટેક્નોલોજીને મહત્ત્વ આપવામાં આવ્યું છે, આ જ વિશેષતા તેને બાકીઓથી અલગ બનાવે છે. કંપનીએ પોતાના સ્માર્ટફોનની જેમ જ પોતાની આ પહેલી ઇલેક્ટ્રિક કારને શાનદાર અને સ્માર્ટ ફિચરથી લેસ કરી છે. ખૂબ જ જલદી તેની ડિલિવરી પણ શરૂ કરવામાં આવશે. Xiaomi SU7 સેડાનની વાત કરીએ તો તેની લંબાઈ 4,997 મિમી, પહોળાઈ 3,000 મિમી, ઊંચાઈ 1963મિમી છે. કંપનીનું કહેવું છે કે SU7 સેડાન કંપનીના સ્માર્ટફોન, હાઇપર OS સાથે ઓપરેટિંગ સિસ્ટમ શેર કરે છે.આ કારનો લુક અને ડિઝાઇન ખૂબ જ શાનદાર છે.

Xiaomi SU7ના એક કોન્ટ્રાક્ટ હેઠળ બીજિંગ ઓપરેટિવ ઇન્ડસ્ટ્રી હોલ્ડિંગ કંપની લિમિટેડ (BAIC) દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમા 2 અલગ અલગ વ્હીલ સાઈઝના વિકલ્પ મળશે, જે ક્રમશઃ 19 ઇંચ અને 20 ઈંચના હશે. આ કાર 2 વેરિયન્ટ્સમાં આવી રહી છે, જેમાંથી એલ લિડાર સાથે છે, જ્યારે બીજી લિડાર વિનાની રજૂ કરવામાં આવી છે. આ બેઝ મોડલનું વજન 1,980 કિલોગ્રામ છે.

લોઅર ટ્રીમ માટે ટોપ સ્પીડ 210 કિમી/પ્રતિ કલાક છે, ત્યાં તેના ટોપ મોડલનું વજન 2,205 કિલોગ્રામ છે અને તેની ટોપ સ્પીડ 210 કિમી પ્રતિ કલાક છે. તો ટોપ મોડલનું વજન 2205 કિગ્રા છે અને તેની ટોપ સ્પીડ 165 કિમી પ્રતિ કલાક છે. તેના બેઝ મોડલમાં 73.6 kWની બેટરી મળશે, જે 668 કિમી સુધી રેન્જ આપશે. તો ટોપ મોડલમાં 101 kWhની બેટરી આપવામાં આવી છે જે સિંગલ ચાર્જમાં 800 કિમીની રેન્જ આપે છે. કંપની ભવિષ્યમાં 1,500 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp