ટેસ્લા પહેલા આ વિદેશી કંપની ભારત લાવી પોતાની ઇલેક્ટ્રિક કાર

PC: mi.com

Xiaomi ચૂપચાપ ભારતમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર લઈ આવી છે. આ કારને કંપનીએ ગયા વર્ષના અંતમાં ચીનમાં ઈન્ટ્રોડ્યૂસ કરી હતી. કંપની આ કારને ભારતમાં આગામી અછવાડિયે દેખાડી શકે છે. અમે વાત કરીએ રહ્યા છીએ Xiaomi SU7ની. જો કે, કંપનીએ આ કારના લોન્ચ અને અનવીલ બાબતે જાણકારી આપી નથી. રિપોર્ટ્સ મુજબ, કંપની આ કારને બેંગ્લોરમાં શોકેસ કરી શકે છે. કંપનીનું કહેવું છે કે અત્યારે તેમનો આ કાર લોન્ચ કરવાનો કોઈ પ્લાન નથી. બ્રાન્ડ આગામી અઠવાડિયે બેંગ્લોરમાં એક ઇવેન્ટ લોન્ચ કરી રહી છે, જ્યાં આ કારને દેખાડી શકે છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, સંભવતઃ કંપની આ કારને ભારતમાં શોકેસ કરીને લોકોને રિસ્પોન્સ આપવા માગે છે. ઉલ્લેખનીય છે કે Xiaomiને ભારતમાં આવ્યાના 10 વર્ષ થઈ ગયા છે. કંપનીએ પહેલી વખત વર્ષ 2014માં ભારતમાં એન્ટ્રી કરી હતી. તો Xiaomi SU7ને બ્રાન્ડ ચીનમાં લોન્ચ કરી ચૂકી છે. ચીનમાં કંપનીએ Xiaomi SU7ની ડિલિવરી શરૂ કરી છે. તેનું બેઝ મોડલ 30 હજાર ડૉલર (લગભગ 25 લાખ રૂપિયા)ની કિંમત પર લોન્ચ થયું હતું. આ કાર ટેસ્લા મોડલ 3 થી ચીનમાં 4000 ડૉલર (લગભગ 3.3 લાખ રૂપિયા) સસ્તી છે.

ભારત લાવવાનું શું ઉદ્દેશ્ય?

રિપોર્ટ્સ મુજબ, કંપની આ કારને Xiaomiની તાકત દેખાડવા માટે રજૂ કરી રહી છે. કંપની દેખાડવા માગે છે કે તેના પોર્ટફોલિયોમાં સ્માર્ટફોન સિવાય બીજી પ્રોડક્ટ્સ પણ છે. કંપની પોતાના પોર્ટફોલિયોને શોકેસ કરવા માગે છે, જેથી તેઓ બતાવી શકે કે સ્માર્ટફોન સિવાય તેમની પકડ બીજી કન્ઝ્યૂમર્સ પ્રોડક્ટ્સમાં પણ છે. Xiaomi SU7ને કંપનીએ 2 ઑપ્શનમાં રજૂ કરી છે. એક વેરિયન્ટ સિંગલ ચાર્જમાં 668 કિમી સુધી ચાલી શકે છે. તો એક્સટેન્ડેડ રેંજવાળા વેરિયન્ટમાં 800 કિમીની રેન્જ મળશે.

આ કાર ડિસ્પ્લેમાં હશે અને તેની સાથે જ કંપની ઘણા બીજા હોમ અલાયન્સને શોકેસ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કંપની આગામી અઠવાડિયે 9 જુલાઇના રોજ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. આ બ્રાન્ડનો બજેટ ફોન હશે, જએ 15 હજાર રૂપિયાથી ઓછા બજેટમાં આવશે. કંપની Redmi 13 5Gને લોન્ચ કરવાની છે. તેની સાથે જ બ્રાન્ડ પાવરબેન્ક અને બીજી પ્રોડક્ટ્સને ઈન્ટ્રોડયુસ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp