Paytm પર હવે કઇ સર્વિસ મળશે અને કંઇ નહીં? ક્લિયર કરો બધુ કન્ફ્યૂઝન
Paytm પેમેન્ટ પર RBIની કાર્યવાહી બાદ યુઝર્સમાં ખૂબ વધુ કન્ફ્યૂઝન છે. ઘણા લોકોને એમ લાગી રહ્યું છે કે આ કાર્યવાહી Paytm પર કરવામાં આવી છે અને જલદી જ Paytmની સર્વિસિસ બંધ થઈ જશે. જો કે, એવું નથી. કહાની થોડી અલગ છે. અહી કાર્યવાહી Paytm પેમેન્ટ બેંક પર પર કરવામાં આવી છે. RBIએ Paytm પેમેન્ટ બેંકની ઘણી સર્વિસિસ પર રોક લગાવી દીધી છે. જો કે, જો તમે Paytm એપ યુઝર છો, તો તમારા પર તેનો પ્રભાવ નહીં પડે. તમે પહેલાની જેમ જ UPI પેમેન્ટ કરી શકશો. આવો જાણીએ RBIના દેશ બાદ Paytm અને Paytm બેંકની કઇ સર્વિસસ મળશે.
Paytm બેંકની કઇ સર્વિસ નહીં મળે:
જો તમારું Paytm પેમેન્ટ બેંકમાં અકાઉન્ટ છે, તો 29 ફેબ્રુઆરી બાદ તમે તેને ઉપયોગ નહીં કરી શકો. જો કે, કેન્દ્રીય બેન્કે 15 માર્ચ સુધીનો યુઝરોને સમય આપ્યો છે. યુઝર 15 માર્ચ સુધી પોતાના અકાઉન્ટથી બધી ડિપોઝિટ કાઢી શકે છે. તો તમે Paytm પેમેન્ટ બેંકનું વૉલેટ યુઝ નહીં કરી શકે. વૉલેટ સાથે જ જો તમે FASTag Paytm પેમેન્ટ બેંક સાથે લિન્ક છે તો તમે તેને રિચાર્જ નહીં કરી શકો. Paytm પેમેન્ટ બેન્કનો ઉપયોગ કરીને તમે ગિફ્ટ કાર્ડ, Paytm વૉલેટ રિચાર્જ કે કોઈ બીજી સર્વિસ યુઝ નહીં કરી શકો.
Paytm પેમેન્ટ બેંકની સર્વિસિસ યુઝ નહીં કરી શકે
અકાઉન્ટમાં કોઈ પણ નવું ટ્રાન્ઝેક્શન નહીં થાય
તમે પોતાના પૈસા કાઢી શકો છો
તેમાં કોઈ ટોપ અપ નહીં થાય. તેમાં ફાસ્ટેગ રિચાર્જ નહીં કરી શકો.
કઇ સર્વિસ મળતી રહેશે:
હવે સવાલ આવે છે કે તમે શું શું યુઝ કરી શકો છે. જો તમે માત્ર Paytm એપને UPI એપની જેમ યુઝ કરો છો તો તમારા પર કોઇ અસર નહીં પડે. તમે તેના માધ્યમથી ગમે ત્યાં સરળતાથી પેમેન્ટ કરી શકશો. એ સિવાય તમે રિચાર્જ પણ કરી શકશો. હાં આ બધા માટે તમને પોતાના બેંક અકાઉન્ટનો ઉપયોગ કરવો પડશે.
પહેલાંની જેમ જ UPI પેમેન્ટ કરી શકાશે.
હવે લિન્ક બેંક અકાઉન્ટનું યુઝ કરવું પડશે.
UPIના માધ્યમથી રિચાર્જ પણ કરી શકશો. વૉલેટ પણ યુઝ કરી શકશો.
જો Paytm પેમેન્ટ બેંકથી તમારી કોઈ EMI કે પછી સ્ટેટમેન્ટ પેન્ડિંગ છે તો તમે તેને તુરંત ક્લિયર કરાવી લો. 29 ફેબ્રુઆરી બાદ તમે આ પેમેન્ટ બેન્કના માધ્યમથી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. જો કે, કેન્દ્રીય બેન્કે PPBLના યુઝર્સને ડિપોઝિટ કાઢવા કે પછી ઉપયોગ કરવાનો અવસર આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp