યુટ્યુબના પૂર્વ CEO સુસાન વોજ્સ્કીનું કેન્સરથી નિધન, સુંદર પિચાઇ બોલ્યા-પોતાની..

PC: livemint.com

યુટ્યુબના પૂર્વ CEO સુસાન વોજ્સ્કીનું કેન્સર સામે લાંબી લડાઇ બાદ શનિવારે નિધન થઇ ગયું. સુસાન વોજ્સ્કીના પતિ ડેનિસ ટ્રોપરે એક ફેસબુક પોસ્ટના માધ્યમથી તેના નિધનના સમાચાર આપ્યા હતા. તેણે લખ્યું કે, અત્યંત દુઃખ સાથે હું સુસાન વોજ્સ્કીના નિધનના સમાચાર શેર કરી રહ્યો છું. 26 વર્ષથી મારા પત્ની અને અમારા 5 બાળકોની માતા, 2 વર્ષ સુધી નોન સ્મોક સેલ લંગ કેન્સરથી પીડિત રહ્યા બાદ આજે અમને છોડીને જતી રહી.

તેણે આગળ લખ્યું કે, સુસાન ન માત્ર મારી સૌથી સારી મિત્ર હતી અને જીવન સાથી હતી, પરંતુ એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ, એક પ્રેમાળ માતા અને ઘણા લોકોની પ્રિય મિત્ર હતી. અમારા પરિવાર અને દુનિયા પર તેમના પ્રભાવ અતુલનીય હતો. અમે દુઃખી છીએ, પરંતુ તેની સાથે વિતાવેલા સમય માટે આભારી છીએ. કૃપયા અમારા પરિવારને દુવાઓમાં રાખો કેમ કે અમે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ.

ગૂગલ અને આલ્ફાબેટના CEO સુંદર પિચાઇએ તેમને શ્રદ્ધાંજલિ આપતા X પોસ્ટ કરી. તેમણે લખ્યું 2 વર્ષ સુધી કેન્સરથી પીડિત રહ્યા બાદ મને મારી મિત્ર સુસાન વોજ્સ્કીને ગુમાવવાથી અવિશ્વસનીય દુઃખ થાય છે. તેઓ ગૂગલના ઇતિહાસમાં કોઇ અન્ય વ્યક્તિની જેમ મહત્ત્વપૂર્ણ છે અને તેમના વિના દુનિયાની કલ્પના કરવી મુશ્કેલ છે. તે એક અવિશ્વસનીય વ્યક્તિ, લીડર અને મિત્ર હતી, જેનો દુનિયા પર શાનદાર પ્રભાવ હતો અને હું અગણિત ગૂગલર્સમાંથી એક છું, જે કહી શકે છે કે તેઓ સુસાનને જાણતા હતા. અમે તેને ખૂબ યાદ કરીશું. તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ. રેસ્ટ ઇન પીસ.

સુસાન વોજ્સ્કીએ વર્ષ 2014 થી 2023ની શરૂઆત સુધી આલ્ફાબેટની સહાયક કંપની યુટ્યુબનું નેતૃત્વ કર્યું. તેમણે ગૂગલ અને તેની મૂળ કંપની, આલ્ફાબેટના સલાહકારના રૂપમાં પણ કામ કર્યું. ફોર્બ્સના રિપોર્ટ મુજબ વર્ષ 1998માં ગૂગલની સ્થાપનાથી જ કંપની સાથે સુસાનનો ગાઢ સંબંધ હતો. એ સુસાનનું જ ગેરેજ હતું, જેણે સર્ગોઇ બ્રીન અને લેરી પેજે ગૂગલ સર્ચ એન્જિનને વિકસિત કરવા માટે ભાડા પર લીધો હતો. સુસાન વોજ્સ્કી 1999માં કંપનીની 16મી કર્મચારીના રૂપમાં ગૂગલમાં સામેલ થઇ. એ સુસાન જ હતી જેણે 1.65 બિલિયન ડોલરમાં ગૂગલ દ્વારા યુટ્યુબના અધિગ્રહણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી અને પછી આ વીડિયો પ્લેટફોર્મ વ્યૂઅર બેઝને 2.5 બિલિયન ડૉલર મંથલી સુધી વધારી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp