Zoom વીડિયો કોલિંગ યુઝ કરનારા ચેતી જાય, CERTએ જાહેર કરી એડવાઈઝરી
કોરોના વાયરસના કારણે દેશ અને દુનિયાના ઘણા દેશોમાં લોકડાઉન થયા બાદ લાખો લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. ઘરેથી કામ કરવા દરમિયાન મીટિંગ સ્કાઈપ અથવા તો ઝૂમ વીડિયો કોલિંગ એપ દ્વારા કરવામાં આવી રહી છે. તેની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, તેણે વીડિયો કોન્ફ્રેન્સિંગના મામલામાં માઈક્રોસોફ્ટના સ્કાઈપને પણ પાછળ છોડી દીધુ છે. ડાઉનલોડિંગના મામલામાં ઝૂમ એપ ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર ટોપ ટ્રેડિંગમાં આવી ગયા છે, દરમિયાન સિક્યોરિટી અને પ્રાયવસીને લઈને પણ સવાલો ઉઠવા માંડ્યા છે.
CERTએ ઝૂમ એપના ઉપયોગને લઈને જાહેર કરી એડવાઈઝરી
ભારતની કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ અને રાષ્ટ્રીય સાયબર-સુરક્ષા એજન્સીએ ગુરુવારે લોકપ્રિય વીડિયો કોન્ફ્રેન્સિંગ એપ ઝૂમની સિક્યોરિટીને લઈને લોકોને ચેતવણી આપી છે. CERT-Inએ કહ્યું છે કે, ઝૂમ એપ સાયબર હુમલાઓનું માધ્યમ બની શકે છે. આ એપ દ્વારા સાયબર અપરાધી સરકારી અથવા પ્રાઈવેટ ઓફિસોના ડેટા ચોરી કરીને તેનો ખોટો ઉપયોગ કરી શકે છે. CERTએ કહ્યું છે કે, ઝૂમ એપની સાથે ડેટા લીકનું જોખમ છે. સુરક્ષાની દ્રષ્ટિએ એજન્સીએ કહ્યું છે કે, ઝૂમ એપનો ઉપયોગ કરતા પહેલા એપને અપ-ટૂ-ડેટ રાખો અને મજબૂત પાસવર્ડ રાખો. આ ઉપરાંત, એપમાં વેઈટિંગ ફીચરને ઓન રાખો, જેથી મીટિંગમાં ભાગ લેનારા લોકો પર કંટ્રોલ રાખી શકાય.
20 કરોડ કરતા વધુ ડેઈલી યુઝર્સ
ઝૂમના સીઈઓ એરિક એસ. યુઆને પોતાના એક બ્લોગમાં જણાવ્યું છે કે, ડિસેમ્બર, 2019માં ઝૂમના ડેઈલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 10 મિલિયન એટલે કે એક કરોડ હતી, જે માર્ચ 2020માં 200 મિલિયન એટલે કે 20 કરોડ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરના 20 દેશોની 90000 કરતા વધુ સ્કૂલો પણ ઝૂમ એપનો ઉપયોગ કરી રહી છે.
પ્રાયવસીને લઈને CEOએ શું કહ્યું?
સીઈઓ એરિક એસ. યુઆને સિક્યોરિટીને લઈને ઉઠેલા સવાલોનો જવાબ આપતા કહ્યું છે કે, કંપની મામલાની તપાસ કરી રહી છે અને આવનારા 90 દિવસોમાં સિક્યોરિટીના મામલાને સોલ્વ કરી દેવાશે. યુઆને કહ્યું છે કે, ઝૂમ એપને પહેલા માત્ર એન્ટરપ્રાઈઝીસ માટે ડિઝાઈન કરવામાં આવી હતી, પરંતુ કોરોના વાયરસના ફેલાયા બાદ તેનો ઉપયોગ ઓફિસ મીટિંગ માટે પણ થવા માંડ્યો છે. એવામાં આપણે એ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જેની આપણને આશા નહોતી, જોકે અમે તેના પર કામ કરી રહ્યા છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp