VIDEO: કતારગામમાં બાળકોથી ભરેલી સ્કૂલ વાનમાં અચાનક લાગી આગ, 10 બાળકો દાજ્યા

PC: Khabarchhe.com

સુરતમાં આવેલા કતારગામ સિંગણપોર ચાર રસ્તા નજીક અચાનક જ એક સ્કૂલ વાનમાં આગ લાગવાની ઘટના બની હતી. સ્કૂલ વાન બાળકોને લઈને શાળાએ લઈ જતી હતી તે સમય દરમિયાન ઘટના બની હતી. બાળકને લેવા માટે આવેલી સ્કૂલ વાન ઊભી રાખતા વાનના નીચેના ભાગમાં અચાનક કોઈ કારણોસર શોર્ટસર્કિટ થતા વાનમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાંની સાથે જ આસપાસ ઊભેલા લોકો અને વાન ચાલકે વાનમાં બેસેલા બાળકોને વાનની બહાર કાઢી લીધા હતા. વાનમાં CNG કીટ ફિટિંગ કરી હોવાના કારણે શોર્ટશર્કિટ થતાની સાથે જ આગ લાગવાની ઘટના બની હતી.

સ્કૂલ વાનના નીચેના ભાગમાં આગ લાગવાના કારણે વાનમાં બેઠેલી 10 જેટલી વિદ્યાર્થીનીઓ પગના ભાગે દાઝી ગઈ હતી. દાઝી ગયેલી વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનામાં દાઝેલી તમામ વિદ્યાર્થીનીઓ નીલકંઠ વિદ્યાલયમાં 1થી 5 ધોરણમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું હતું.

સ્કૂલ વાનમાં લાગેલી આગની ઘટના અંગે વાહન વ્યવહાર કમિશનર આર. એમ. જાદવ દ્વારા કહેવામાં આવ્યું કે આ સંદર્ભે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ વિધાર્થીઓને શાળાએ લેવા-મૂકવા આવતા અન્ય વાહનો સુરક્ષિત છે કે નહીં તેની ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત RTO અધિકારીને પણ સ્કૂલ વાનો RTO માન્ય છે કે નહીં તેની ચકાસણી કરવા જણાવ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp