સુરતની 2 છોકરીઓએ પૂર નિયંત્રણ કરવા માટે મોડલ બનાવ્યું

PC: twitter.com

સુરતની SVNIT કોલેજની એન્જિનિયરીંગની 2 વિદ્યાર્થીનીઓએ એક એવું મોડલ બનાવ્યું છે જેને કારણે પૂરની માહિતી 10 દિવસ પહેલાંથી મળી જશે.

આયુષી પંચાલ અને રશ્મી યાદવ નામની બે વિદ્યાર્થીનીઓએ પૂર જેવી સ્થિતિના નિયંત્રણ માટે એસેમ્બલ ફોરકાસ્ટીંગ ન્યુમેરીકલ વેધર પ્રિડિકશ મોડલ બનાવ્યું છે. આ મોડલથી ઉપરવાસમાં થયેલા વરસાદના ડેટાના આધારે કેટલું પાણી ડેમમાંથી છોડવું પડે તેની ચોક્કસ આગાહી કરી શકાય છે. અત્યારે જે સીસ્ટમ છે, તેમાં 24 કલાક પહેલાં જ વરસાદની આગાહી થઇ શકે, જેના આધારે ઘણી વખત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અચાનક પાણી છોડવાથી નદીઓમાં પૂર જેવી સ્થિતિ બની જતી હતી.

આ બંને વિદ્યાર્થીનીઓએ પ્રોફેસર એમ એમય યાદવના માર્ગદશન હેઠળ આ મોડલ પર કામ કરી રહી છે. બંને વિદ્યાર્થીનીઓએ દક્ષિણ કોરિયા જઇને પ્રેઝન્ટેશન પણ આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp