આગામી 2 દિવસ સુરતના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરની નો એન્ટ્રી, જાણો કારણ

PC: img.patrika.com

ઉત્તરાયણને હવે માત્ર એક દિવસ બાકી છે. ત્યાં સુરત શહેરમાં પતંગ રસિયાઓ અત્યારથી જ પતંગ ઉડાવવાની મજા લૂંટી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી કોઈ અઘટિત ઘટના ના બને તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડી આગામી બે દિવસ એટલે કે 14 અને 15 જાન્યુઆરીના રોજ શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરની અવર-જવર પર પ્રતિબંધ મુકી દીધો છે.

એટલે હવે તમારે તમારા સગા-સંબંધી કે મિત્રના ઘરે ટુ-વ્હિલર લઈને જવું હશે તો, આગામી બે દિવસ એટલે કે 14 અને 15 તારીખના રોજ તમારે ઓવરબ્રિજની ઉપરથી નહીં, પરંતુ ફરજિયાતપણે ઓવરબ્રિજની નીચેથી જ જવું પડશે. જેને કારણે શહેરમાં વિવિધ જગ્યાઓ પર ટ્રાફિક જામની સમસ્ય સર્જાઈ શકે છે. પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામાના કારણે આગામી બે દિવસ શહેરીજનોએ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

ઉત્તરાયણ દરમિયાન આકાશમાં ચગતા પતંગ જ્યારે કપાઈને નીચે આવે છે, તો ત્યારે તેની દોરી વાગવાને કારણે ઘણા અકસ્માતો સર્જાતા હોય છે અને ઘણા કિસ્સાઓમાં મોતની ઘટના પણ બનતી હોય છે. આથી, સાવચેતીના પગલાંરૂપે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન શહેરના તમામ ઓવરબ્રિજ પરથી ટુ-વ્હિલરની અવર-જવરને બંધ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp