સુરતની બ્રેઈન ડેડ યુવતીએ 26 વર્ષના યુવકને આપ્યું નવજીવન

PC: facebook.com/donatelifetrust/

ટેક્નોલોજીના યુગમાં લોકોને સારવાર કરીને જીવનદાન આપવામાં સરળતા મળી રહે છે. છેલ્લા કેટલાક સમયથી જોતા આવીએ છીએ કે હ્યદય ટ્રાન્સપ્લાન્ટ દ્વારા વ્યક્તિને જીવનદાન આપવામાં આવતુ હોય છે. આવો જ એક કિસ્સો સુરત શહેરમાં ફરી જોવા મળ્યો હતો. સુરતની 21 વર્ષિય યુવતીએ પોતાનુ હ્યદય 26 વર્ષિય એક યુવકને આપી તેને જીવનદાન આપ્યુ હતુ.

આમ તો સુરત શહેર હાર્ટ ડોનેટ કરવામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરે આવે છે. ગુજરાતીઓના ખૂનમાં પણ દાનની ધારા વહે છે એ વાત જાન્વી તેજસભાઈ પટેલ નામની સુરતની 21 વર્ષિય યુવતીએ સાર્થક કર બતાવી છે.

જાન્વી છેલ્લા કેટલાય દિવસથી બ્રેઈન ડેડ થઈ હતી. તે બાદ જાન્વીના પરિવારે તેનુ હાર્ટ ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે 26 વર્ષિય યુવકને હ્યદય દાનમાં આપીને તેને નવુ જીવન આપ્યુ હતુ. આ હ્યદય સુરતથી હવાઈ માર્ગે મુંબઈ લઈ જવામાં આવ્યુ હતુ.

માહિતી મુજબ સુરતથી મુંબઈ વચ્ચેનુ હવાઈ માર્ગથી તથા એમ્બ્યુલન્સ દ્વારા 269 કિલોમીટરનુ અંતર 107 મિનિટમાં કાપ્યુ હતુ. મુંબઈની ફોટિસ હોસ્પિટલમાં 26 વર્ષિય યુવાનના શરીરમાં આ હ્યદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ હતુ.

આ દિકરીના હ્યદયથી એક યુવકને નવજીવન મળવાથી પરિવારમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. દુનિયામાં ઘણા ઓછા એવા લોકો હોય છે જેઓ પોતાની મોત બાદ અન્યને જીવન આપતા જાય છે. ધન્ય છે એ દિકરીને અને આ હ્યદયનુ દાન કરવાનો નિર્ણય લેનાર એ પરિવારને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp