સુરતના PIની સિંઘમગીરી હાઇકોર્ટે ઉતારી નાંખી
સુરતના ડિંડોલી વિસ્તારમાં એક વકીલને લાત મારવાની ઘટનામાં ડિંડોલી પોલીસ સ્ટેશનના પી આઇ એચ જે સોલંકીને ગુજરાત હાઇકોર્ટે 3 લાખનો દંડ ફટકાર્યો હતો, જે કે એ પછી બુધવારે આ કેસમાં નવો વળાંક આવ્યો હતો અને હાઇકોર્ટમાં જ વકીલે કેસ પાછો ખેંચી લીધો હતો. બીજી તરફ પી આઇએ દલીલ કરી હતી કે 3 લાખ ભરી શકાય તેવી સ્થિતિ નથી. ગુજરાત હાઇકોર્ટે 3 લાખનો દંડ ઘટાડીને 1.50 લાખ કર્યો હતો અને પી આઇને 25 સપ્ટેમ્બર સુધીમાં સુરતની લાયબ્રેરી માટે 50,000 અને અમદાવાદની લાયબ્રેરી માટે 1 લાખ ડોનેટ કરવાનો આદેશ કર્યો હતો.
ડિંડોલી વિસ્તારમાં રહેતા વકીલ હિરેન નાઇ તેમના મિત્રો સાથે કાર પાસે ઉભા હતા ત્યારે ડિંડોલીના પી.આઇ એચ જે સોલંકીએ હિરેનને લાત મારી હતી અને અપશબ્દો કહ્યા હતા. હિરેન નાઇએ કોર્ટમાં cctv ફુટેજ રજૂ કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp