સુરતના પુણા વિસ્તારમાં ભેળસેળ કરીને વેચાતું 3336 લીટર ઘી જપ્ત, ઘરમાં જ થતો ખેલ

PC: etvbharat.com

સુરત મહાનગર પાલિકાના ફુડ વિભાગે પુણા વિસ્તારની એક સોસાયટીમાં દરોડા પાડીને મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પાલિકાના અધિકારીઓએ 3336 લીટર ઘીને જપ્ત કરી દેવામાં આવ્યું છે. જેની કિંમત લગભગ 10 લાખ રૂપિયા છે. ઘરમાં જ બનાવાતા આ ઘીમાં મોટાપાયે ભેળસેળ થતું હોવાની પાલિકાને બાતમી મળી હતી. ઘીના સેમ્પલને એનાલીસીસ માટે મોકલી આપવામાં આવ્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકોને સહેજે ડર લાગતો નથી.લોકોની હેલ્થ સાથે રમત કરતા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની લોકો માંગ કરી રહ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ ગુજરાતના સુરત શહેરમાં આવેલા પુણામાં એક રેસિડન્શિયલ સોસાયટીમાં પેકીંગ મશીન લાવીને મોટા પાયે ઘીમાં ભેળસેળ થતું હોવાની પાલિકાને બાતમી મળી હતી. પાલિકાના ફુડ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા અને શંકાસ્પદ સંજોગામાં મોટી માત્રામાં ઘી બનતું હોવાનું અધિકારીઓને દેખાયું હતું. બધા પેકીંગ સીલ કરીને જપ્ત કરી દેવામાં આવ્યા છે અને ઘીના નમુનાને ટેસ્ટિગ માટે મોકલવામાં આવ્યા છે.

પાલિકાના અધિકારીએ ક્હયું હતું કે બાતમીના આધારે ચીફ ફુડ સેફ્ટી ઓફિસર દ્રારા 10 ફુડ સેફ્ટી ઓફિસરની અલગ અલગ 3 ટીમ બનાવીને પુણા સીમાડા રોડ પર આવેલી ગોદાવરી પાર્ક સોસાયટીના ઘર નંબર A -228માં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઘરમાં ધરમ એન્ટરપ્રાઇઝ નામથી ઘીનો વેપલો ચાલતો હતો.

પાલિકાના અધિકારીઓએ જ્યારે દરોડા પાડ્યા ત્યારે ઘરમાં ગેસના બાટલા, પેકિંગ મશીન અને મોટા પાયે ઘી બનાવવાનું કામ ચાલતું હતું.

ધરમ એન્ટરપ્રાઇઝ નામથી ચાલતી આ ઘરની દુકાનમાં લુઝ પેકિંગ અને સ્વામિનારાયણ પ્રિમીયમ કાઉ (પેકીંગ)ના સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

પુણાની ગોદાવરી સોસાયટીના આ ઘરમાં 1 લીટર, 500 મી.લી. અને 100 મી.લી. ઘીની બોટલો જપ્ત કરવામાં આવી છે. લેબોરેટરીમાં મોકલેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યા પછી પાલિકા આગળની કાર્યવાહી કરશે.

આ એક ચિંતાજનક બાબત છે, કારણકે તહેવારીની મોસમ શરૂ થઇ ગઇ છે અને લોકો ઘીના વપરાશની અનેક વાનગીઓ આરોગતા હોય છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા લોકોને હવે ભગવાનનો પણ ડર લાગતો નથી. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની લોકોની માંગ છે.

હજુ થોડા સમય પહેલાની જ વાત છે ગુજરાતના જામનગરમાં કાલાવડ વિસ્તારમાં એક મકાનમાં ડેરીનો માલિક ઘરમાં જ ભેળસેળિયું ઘી બનાવતો હતો. SOGએ દરાડો પાડીને 260 લીટર ઘી જપ્ત કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp