SMCની મોટી બેદરકારી, ખરાબ પીવાના પાણીથી 400 લોકો ઝાડા-ઉલટીની ઝપેટમાં

PC: http://mackeyfamilypractice.com

સુરતની અલગ-અલગ હોસ્પિટલમાં 400 કરતા પણ વધારે ઝાડા-ઊલટીના કેસ નોંધાયા છે. ગંદુ પાણી પીવાને કારણે સુરતના 400 દર્દીઓ ઝાડા-ઉલટીની ઝપેટમાં આવ્યા છે. સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર આ ઘટનાથી બેખબર છે.

સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવતા સાબરી નગર, ભરીમાતા, નટરાજ કમ્પાઉન્ડ, મુસિબતપુરા વિસ્તારના 400 જેટલા લોકો ઝાડા-ઉલટીની ઝપેટમાં આવ્યા છે, જેમાંથી 150 જેટલા લોકો અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને ઝાડા ઊલટીના કારણે 2 લોકોના મોત નિપજ્યાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.

સ્થાનિકોના આક્ષેપો અનુસાર આ વિસ્તારોમાં સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામા આવતું પાણી ગંદુ અને કેમિકલયુક્ત હોવાના કારણે સ્થાનિક લોકોમાં ઝાડા-ઊલટીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર ઘટનામાં સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનની મોટી બેદરકારી જોવા મળે છે અને 400 લોકો ઝાડા-ઊલટીની ઝપેટમાં આવ્યા છે અને 2 લોકોના મોત નિપજ્યા હોવા છતાં પણ સુરત મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર આ વાતથી અજાણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp