સુરતની કુબેરજી ટેક કંપનીની સરાહનીય પહેલ, બહેનોને લખપતિ દીદી બનાવવા માટે...

PC: khabarchhe.com

સુરતની ફિનટેક કંપની‘કુબેરજી ટેક પ્રાઇવેટ લીમીટેડએ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર કરવા માટે સરાહનીય કામગીરી કરી છે. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં Self-help group (SHG)ની બહેનોને લખપતિ દીદી બનવા માટેની પહેલ કરી છે. જેમાં મહિલાઓને ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશન હેઠળ ડિજિટલ બેકિંગ અને ઓનલાઇન પેમેન્ટની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર અને ગ્રામીણ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ ખાસ હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની આઝાદીના 76 વર્ષ પુરા થવાના ઉપલક્ષમાં નારી શક્તિને એક નવી ઉંચાઇએ લઇ જવા માટે અનેક પ્રયાસ હાથ ધર્યા છે. PM મોદીનું લક્ષ્ય છે કે દેશની 10 કરોડ સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓમાંથી 2 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવે. આ લક્ષ્યાંકને પાર પાડવા માટે કુબેરજી ટેક પ્રાઇવેટ લીમીટેડ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોની BC સખી તરીકે નિમણુંક કરી છે અને આયોજિત કાર્યક્રમમાં બહેનોને કીટ વિતરણ કરવામાં આવી હતી.

કુબેરજી ટેક કંપનીએ કહ્યું હતું કે, અમારી કંપની દ્રારા માંડવી તાલુકાની કચેરીમાં BC સખી કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડિજિટલ પેમેન્ટ અને ડિજિટલ બેકિંગ જેવા વિષયોથી બહેનોને માહિતગાર કરવાનો હેતુ હતો અને બેકિંગ સુવિધા આપવા માટેના ઉપકરણોની કીટ વિતરણ કરવામાં આવી હતી, જેથી બહેનો પોતાના ગામમાં ડિજિટલ સુવિધા શરૂ કરીને આત્મિર્ભર બની શકે.

આ કાર્યક્રમમાં કંપનીની ટીમે વિવિધ સેવાનો પરિચય આપ્યો હતો તો સુરત જિલ્લા DRDA ડિરેક્ટર એમ આર પ્રજાપતિએ ડિજિટલ સેવા અને તેના ફાયદા વિશે સમજ આપી હતી. આ પ્રસંગે કુબેરજીના ડિરેક્ટર પુનિત ગજેરા અને હિતેશ કનેરિયા હાજર રહ્યા હતા. તેમણે મંત્રી કુંવરજી હળપતિને કંપનીની કામગીરી વિશે માહિતી આપી હતી.

કંપનીએ ગામડાની બહેનોને ડિજિટલ ફાયદો કેવી રીતે મળી શકે તે વિશે જણાવતા કહ્યુ હતું કે, માઇક્રો ATM સેવાનો ઉપયોગ કરીને ગામના લોકો ATM કાર્ડ દ્રારા તેમના બેંક ખાતામાંથી પૈસાની લેવડ-દેવડ કરી શકે છે. તેઓ કેશ ડિપોઝીટ કરવી, પૈસા ઉપાડવા, બેલેન્સની માહિતી મેળવવી, મીની સ્ટેટમેન્ટ મેળવવું જેવી બેકિંગ ટ્રાન્ઝેકશનની પ્રક્રિયા કરી શકે છે. કુબેરજીની AEPS સેવા દ્રારા વ્યક્તિ પોતાના આધારકાર્ડનો ઉપયોગ કરીને પોતાના આધાર એનેબલ બેંક એકાઉન્ટમાંથી પૈસાની લેવડ-દેવડ કરી શકે છે. આ બધી સેવાઓ પર કુબેરજી સારું એવું કમિશન આપે છે.

સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો કુબેરજી સાથે બેકિંગ Corospondent તરીકે જોડાઇ શકે છે અને આ વિવિધ સેવાઓ પોતાના ગામમાં ઓફર કરીને કુબેરજી કંપનીની વિવિધ સેવાઓ પર મળતા કમિશન રૂપે સારી એવી આવક મેળવી શકે છે.

કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડ શું કામ કરે છે તેના વિશે તમને જણાવીએ. કંપની પોતાની ડિજિટલ બેકિંગ સેવાઓને માઇક્રો ATM અને AEPS જેવી ટેક્નોલોજીની મદદથી ગુજરાતના અંતરિયાળ ગામા સુધી સેવા પહોંચાડી રહી છે. કંપનીએ અત્યાર સુધીમાં 5,000થી વધારે સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને ગુજરાતના દરેક જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં મૂળભૂત બેકિંગ સુવિધાઓ બેકિંગ Corospondent દ્રારા ઉપલબ્ઘ કરાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp