સુરતની VNSGU ખાતે યોજાશે રોજગાર ભરતી મેળો, 25થી વધુ કંપનીઓ આવશે

PC: twitter.com

પાલિકાએ પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, મદદનીશ નિયામક (રોજગાર) કચેરી અને નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 6 માર્ચના રોજ સવારે 10 વાગ્યે નર્મદ યુનિ.ના કન્વેન્શન હોલમાં રોજગાર ભરતીમેળો યોજાશે. જેમાં ધો.10 અને 12 પાસ, I.T.I.-કોપા, MMCP, વાયરમેન, ઈલેક્ટ્રીશ્યન, ફીટર, મિકેનિક, ડિઝલ મિકેનિક, લિફ્ટ મિકેનિક, B.Sc.(કોઈ પણ પ્રવાહ) M.Sc.(કેમેસ્ટ્રી),બાયોટેકનોલોજી, બી.ફાર્મ, B.Arch, ઈન્ટીરીયર ડીઝાઇન, LLB/LLM, B.C.A, B.B.A., B.Com., B.A., M.Com., MCA, MBA-HR/માર્કેટિંગ, MSC-IT, B.Tech.. M.Tech., B.E.- IT/ ECE/EEC/ Mech. નો અભ્યાસ કર્યો હોય તેવા રોજગારવાંચ્છુ યુવાનો ભરતી મેળામાં ભાગ લઇ શકશે.

આ ભરતી મેળામાં 25 થી વધુ કંપનીઓ તેમની 550 થી વધુ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે. રોજગાર કચેરી, સુરતના ફેસબુક પેજ- Model Career Center Suratઅને ટેલિગ્રામ ચેનલ- Employment Office, Surat પરથી જગ્યાઓની વધુ વિગત મેળવી શકાશે. આ મેળાનો વધુમાં વધુ લાભ લઈ રોજગારી મેળવવાની સુવર્ણ તક ઝડપવા યુવાનોને મદદનીશ નિયામક (રોજગાર)-સુરતની યાદીમાં જણાવાયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp