સુરતની જાણીતી વિજય ડેરીમાં મિઠાઇ પર વાંદા ફરતા હોય તેવો વીડિયો વાયરલ

PC: twitter.com

ખાણીપીણીની વસ્તુઓમાં જે પ્રમાણે હાલમાં જીવડાઓ વાંદા નિકળી રહ્યા છે એ પરથી તો એવું લાગે છે કે લોકોએ બહારનું ખાવાનું જ બંધ કરી દેવું જોઇએ. લોકોના આરોગ્ય સાથે રીતસરના ચેડાં થઇ રહ્યા છે. તાજેતરમાં પિત્ઝા, બર્ગરમાં વાંદા નિકળવાની ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો હતો, હવે સુરતની જાણીતી વિજય ડેરીમાં મિઠાઇઓ પર વાંદા ફરતા હોય તેવો વીડિયો વાયરલ થવાને કારણે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા છે.

સુરતની વિજય ડેરીમાં મિઠાઇનું પણ વેચાણ થાય છે અને કોઇ જાગૃત નાગરિકે વિજય ડેરીની કાજુ કતરી મિઠાઇ પર વાંધા પરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે. વીડિયો સામે આવ્યા પછી પાલિકાના અધિકારીઓ વિજય ડેરી પર દોડી ગયા હતા અને કાજુ રોલ સહિતની મિઠાઇઓના નમુના લેવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયમાં જે વીડિયો વાયરલ થયો છે તે પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી વિજય ડેરીનો છે. વિજય ડેરીની સુરતમાં અડાજણ સહિત અનેક શાખાઓ છે. પાલિકાના અધિકારીઓએ તપાસ કરી પરંતુ તેમને એવું કંઇ દેખાયું નથી એટલે અધિકારીઓએ માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની લીધો છે.

આ પહેલાં અમદાવાદમાં પિત્ઝા સેન્ટરના બર્ગરમાંથી ઇયળ નિકળી હતી ત્યારે પણ ભારે હોબાળો મચ્યો હતો. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલી રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટના બર્ગરમાંથી ઇયળ નિકળી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને નોટિસ પણ પાઠવી હતી. જો કે આ પુરતું નથી, આ એક ગંભીર બેદરકારી છે અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં છે. ફુડની સાવધાની અને સ્વચ્છતા રાખવાની જે તે માલિકની જવાબદારી છે.

એ જ દિવસે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી બ્રિટિશ પિત્ઝા સેન્ટરમાં સિંગ સલાડમાં ઇયળ ફરતી જોવા મળી હતી અને તેનો પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp