અદાણી ફાઉન્ડેશન: પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણ અંતિમ-મુલ્યાંકન શેરીંગ વર્કશોપ

PC: Khabarchhe.com

છેલ્લા પાંચ વર્ષથી નર્મદા જિલ્લામાં સરકારના સહયોગમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા કાર્યરત ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેકટની અંતિમ મુલ્યાંકન શેરીંગ વર્કશોપનું આયોજન રાજપીપળા ખાતે કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં પાંચ વર્ષ દરમિયાન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરેલી કામગીરી અને એના થકી મળેલા પરિણામોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા આઈ.સી.ડી.એસ. અધિકારીની પ્રેરક હાજરીમાં આ વર્કશોપનું આયોજન થયું હતું.

વર્કશોપની શરૂઆતમાં અદાણી ફાઉન્ડેશનના શીતલ પટેલએ પાંચ વર્ષના સમયગાળામાં થયેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી. જૂન 2018થી નર્મદા જીલ્લામાં ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ સરકારના આઈ.સી.ડી.એસ. વિભાગ સાથે રહીને રચનાત્મક અને વિવિધ પ્રકારની કામગીરી જિલ્લાના 562 જેટલા ગામોમાં કરવામાં આવી છે. માતાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણ માટે રચનાત્મક કામગીરી કરીને પોષણ ઝુંબેશ કરવામાં આવી. જેમાં નર્મદા જિલ્લાના 952 આંગણવાડી બહેનો અને 215 સંગીની બહેનો ઉત્સાહભેર સહકારથી વિવિધ કામગીરી કરી.



IIPH (Indian Institute of public health, Gandhinagar) તરફથી કરવામાં આવેલ ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટના અંતિમ મુલ્યાંકનના પરિણામની વિગતો અદાણી ફાઉન્ડેશનના સુપોષણ અને કોમ્યુનિટી હેલ્થના હેડ વિવેક યાદવે આપી હતી. જયારે IIPHG દ્વારા 2019માં બેઝલાઈન સર્વે કર્યો હતો, ત્યારે ૦-2 વર્ષના બાળકોમાં અતિ તીવ્ર ગંભીર કુપોષણ (SAM)નું પ્રમાણ 10.5% મળેલ હતું. ત્યાર બાદ હાલ 2024 મુજબ આ પ્રમાણ 7.5% થયો છે. ઓછા વજનવાળા બાળકોની દૃષટીએ, 2019 આ પ્રમાણ 39.7 % હતું. તે પછી હાલમાં આ પ્રમાણ 33% થયો છે.

વર્કશોપમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જનકકુમાર માઢકએ જણાવ્યુ હતું કે સંગીની નો સમુદાય સાથે મજબૂત લોક સંપર્ક છે તેવુ નિરીક્ષણ ફિલ્ડમાં સતત જોયુ છે. તેમજ સંગીની થકી સેમ બાળકોને એન.આર.સી. અને સી.એમ.ટી.સી. રેફરલ સેવામાં ઘણો જ અસરકાર સહયોગ મળ્યો છે. અને તેઓએ એ પણ સુચન કર્યુ હતુ કે આપણી ટીમ અને સંગીનીની સમુદાયને મોબીલાઈઝેસન કરવાની આવડત અને સામાજીક વ્યવહાર પરીવર્તન કરવાની ભુમિકા અસરકાર રીતે નિભાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp