દમણ જતી વખતે 10 વર્ષના પુત્રને કારમાં સ્ટંટ કરતા જોયો, પિતાની પત્ની સામે ફરિયાદ
સુરતમાં રહેતા એક યુવકે વલસાડ જિલ્લાના પારડીમાં પોતાની પત્ની અને સાઢુભાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વીડિયો જૂનો છે, પરંતુ પરિવાર સાથે ચર્ચા કર્યા પછી યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક યુવાને કિલ્લા પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મારી પત્ની પુત્ર સાથે બે વર્ષથી અલગ રહે છે. યુવકે ફરિયાદમાં કહ્યું છે કે, પત્નીએ પોતાના સ્ટેટસમાં એક વીડિયો મુક્યો હતો, જેમાં મારા સાઢુભાઇ કાર ચલાવી રહ્યા છે અને મારો પુત્ર તેમના ખોળામાં બેઠો છે. સાઢુભાઇએ ખોળામાં બેઠેલા મારા પુત્રને કારનું સ્ટીયરીંગ સોંપી દીધું છે અને મારો પુત્ર તેજ ઝડપે કાર ચલાવી રહ્યો છે. મારા 10 વર્ષના પુત્રનો આ સ્ટંટ વાળો પાછી મારી પત્ની વીડિયો ઉતારી રહી છે.
સુરતના યુવકે પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યુ છે કે 2 ઓગસ્ટ 2023ના દિવસે મારી પત્ની અને આણંદમાં રહેતા મારા સાઢુભાઇ અને મારો 10 વર્ષનો પુત્ર કારમાં દમણ ફરવા માટે જઇ રહ્યા હતા. તે વખતે વલસાડ જિલ્લાના રેટલાવ રોડ પર સાઢુભાઇએ મારા પુત્રને ખોળામાં બેસાડીની સ્ટિયરીંગ સોંપી દીધું હતું અને મારી પત્નીએ વીડિયો ઉતારીને પોતાના સ્ટેટસમાં મુક્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.
મારા 10 વર્ષના પુત્ર પાસે સ્ટંટ કરાવાતો હોવાનો વીડિયો જોઇને તે વખતે જ મને સખત ગુસ્સો આવ્યો હતો, પરંતુ બદનામી થવાના ડરે ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું. પરંતુ એ પછી પરિવાર સાથે ચર્ચાના અંતે નક્કી કર્યું કે મારા પુત્રનો જીવ જોખમમાં મુકવા માટે અને લોકોનો પણ જીવ મુકાતે એવા સંજોગોમાં બીજી વખત આવી ભૂલ ન થાય તેના માટે પોલીસમાં મારી પત્ની અને સાઢુભાઇ સામે ફરિયાદ નોંધાવી છે.
પારડી પોલીસે સુરતના યુવકની ફરિયાદને આધારે તેની પત્ની અને સાઢુભાઇ સામે મોટર વ્હિકલ એક્ટ સહિતની અનેક કલમો લગાવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવકે ફરિયાદમાં જે વીડિયોની વાત કરી છે એ જો સાચું હો તો ખરેખર ગંભીર બાબત છે. ઘણા વાલીઓ પોતાના બાળકોને મસ્તીમાં આવી રીતે સ્ટિયરીંગ સોંપી દે છે, પરંતુ બાળકની મસ્તીમાં નિર્દોષનો જાન જાય તો કોણ જવાબદાર? બાળકોને પુખ્તવયે જ વાહનને હાથ લગાડવા દેવો જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp