AM/NS ઈન્ડિયાએ Magnelis® લોન્ચ કર્યું, જાણો શું છે
સુરત - હજીરા, 18 સપ્ટેમ્બર, 2024 : વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો, આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS ઈન્ડિયા) એ અપ્રતિમ કાટ પ્રતિકાર અને સેલ્ફ-હીલિંગ(સ્વ-ઉપચાર) ગુણધર્મો સાથે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સ્ટીલ બ્રાન્ડ Magnelis® લોન્ચ કરવાની જાહેરાત કરે છે. મુંબઈમાં સોમવારે યોજાયેલી એક ભવ્ય ઈવેન્ટ દરમિયાન આ નવીન સ્ટીલ બ્રાન્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આર્સેલરમિત્તલની પેટન્ટ બ્રાન્ડ - Magnelis®, હવે ભારતમાં ઉત્પાદિત અને વિતરિત કરવામાં આવી રહી છે. તે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ, ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રો જેમ કે નવીનીકરણીય ઉર્જા માટે પુરવઠાની કાર્યક્ષમતામાં વધારો કરે છે તેમજ આયાતી વિશિષ્ટ સ્ટીલ ઉત્પાદનો પર દેશની નિર્ભરતા ઘટાડે છે.
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS ઈન્ડિયા)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ), દિલીપ ઓમેનએ જણાવ્યું હતું કે, “ભારતમાં Magnelis® નું લોન્ચિંગ એ આત્મનિર્ભર ભારતના વિઝનમાં યોગદાન આપતા સર્વશ્રેષ્ઠ સ્ટીલની દેશની વધતી જતી માંગને પૂર્ણ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ વિશ્વ સ્તરીય આયાતના વિકલ્પ એવા સ્ટીલનું ઉત્પાદન કરીને, અમે માત્ર ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ જ નથી આપી રહ્યા, પરંતુ ભારતના સ્વચ્છ ઉર્જા પરિવર્તનને વેગ આપવા માટે પણ યોગદાન આપી રહ્યા છીએ. Magnelis® પર્યાવરણને અનુકૂળ ટકાઉ મટિરિયલનું ભાવિ છે અને તેનો પરિચય રાષ્ટ્રના વૈશ્વિક-માનક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે."
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS ઈન્ડિયા)ના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ, રંજન ધારે જણાવ્યું હતું કે, "ભારતમાં Magnelis® નું લોન્ચિંગ અમારા માટે મહત્ત્વની ક્ષણ છે કારણ કે, આ અનોખા ઉકેલે વૈશ્વિક સોલાર પ્રોજેક્ટ્સમાં તેનું ઉમદા પ્રદર્શન સાબિત કર્યું છે, જે સ્થાપિત ક્ષમતાના 50 GW માં યોગદાન આપે છે. અહીં નવી ઓફરનું ઉત્પાદન ડિલિવરીનો સમય ઘટાડી રહ્યું છે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ભારે ઘટાડો કરે છે. આમ સ્થાનિક ગ્રાહકોને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઝડપી અને વધુ કાર્યક્ષમ ઉકેલ પૂરો પાડે છે અને આ રીતે ભારત તેની રાષ્ટ્ર-નિર્માણ પહેલને વેગ આપી રહ્યું છે. અન્ય અંતિમ-ઉપયોગ ક્ષેત્રોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ક્રેશ બેરિયર્સ), કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ગ્રેઈન સિલોઝ, ફાર્મ ઈક્વિપમેન્ટ) અને બાંધકામ (પ્રિ-એન્જિનીયર્ડ બિલ્ડિંગ સ્ટ્રક્ચર્સ) નો સમાવેશ થાય છે."
Magnelis® એ ઝિંક, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની અનન્ય રચના સાથે અદ્યતન એલોય કોટેડ સ્ટીલ બ્રાન્ડ છે, જે અસાધારણ કાટ પ્રતિકાર અને સેલ્ફ-હીલિંગ ગુણધર્મો પ્રદાન કરે છે. અગાઉ, આ હાઇ-એન્ડ વેલ્યુ-એડેડ સ્ટીલ મુખ્યત્વે કોરિયા, જાપાન અને ચીનમાંથી આયાત કરવામાં આવતું હતું, જેમાં ઘણી વખત ડિલિવરી માટે મહિનાઓ લાગતા હતા.
AM/NS ઇન્ડિયાએ ગુજરાતના હજીરા ખાતેના તેના ફ્લેગશિપ પ્લાન્ટમાં વાર્ષિક 5 લાખ ટનની ક્ષમતા સાથે Magnelis® માટે પ્રોડક્શન લાઇન સ્થાપિત કરવા માટે લગભગ ₹1000 કરોડનું રોકાણ કર્યું છે. AM/NS India સોલર પ્રોજેક્ટ્સને સપ્લાય કરવામાં આવતા સ્ટીલ માટે સ્થાનિક બજારના 50%થી વધુ હિસ્સો પ્રાપ્ત કરવાની યોજના ધરાવે છે. પ્રતિકૂળ વાતાવરણમાં ઉત્પાદનનું સાબિત પ્રદર્શન તેને સોલર પેનલ માઉન્ટિંગ સિસ્ટમ્સ અને અન્ય રિન્યુએબલ એનર્જી એપ્લિકેશન્સ માટે આદર્શ બનાવે છે જે ભારતના ઉર્જા સંક્રમણને ટેકો આપવા માટે અભિન્ન અંગ હશે.
AM/NS ઇન્ડિયા પહેલેથી જ અદાણી ગ્રીન એનર્જી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને NTPC સહિત ભારતના રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મુખ્ય ખેલાડીઓને Magnelis® સપ્લાય કરવા માટે પ્રયાસરત છે. આવી ભાગીદારી એ સુનિશ્ચિત કરશે કે, Magnelis® સમગ્ર દેશમાં નવીનીકરણીય પ્રોજેક્ટ્સની આગામી પેઢીના નિર્માણમાં આધારશિલા બની શકે.
આર્સેલોર્મિટલ નિપ્પન સ્ટીલ ઈન્ડિયા (AM/NS ઈન્ડિયા) વિશે માહિતી : આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS ઈન્ડિયા) એ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક સંસ્થાઓ છે. તે ભારતમાં એક અગ્રણી સંકલિત ફ્લેટ કાર્બન સ્ટીલ ઉત્પાદક કંપની છે, જે અત્યાધુનિક ડાઉનસ્ટ્રીમ સુવિધાઓ સાથે વાર્ષિક 9 મિલિયન ટનની ક્રૂડ સ્ટીલ ક્ષમતા ધરાવે છે. તે મૂલ્યવર્ધિત સ્ટીલ સહિત ફ્લેટ સ્ટીલ ઉત્પાદનોની સંપૂર્ણ વૈવિધ્યસભર શ્રેણીનું ઉત્પાદન કરે છે અને તેની પેલેટ ક્ષમતા 20 મિલિયન ટન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp