સુરતમાં લોન્ચ થઇ નવી ઇ-કાર, એક ચાર્જમાં 650 કિમી સુધી ચાલે

PC: khabarchhe.com

BYD ઇન્ડિયાએ શનિવારે સુરતમાં BYD SEAL લકઝરી ઇલેક્ટ્રીક કાર લોંચ કરી છે. ગુજરાતના અમદાવાદ પછી સુરતમં આ કાર લોંચ કરવામાં આવી છે. કાર્ગો BYDના બિઝનેસ હેડ ઝુબિન મિસ્ત્રીએ એક પત્રકાર પરિષદમા કહ્યું હતું કે, BYD SEAL ડાયનેમિક, પ્રિમિયમ અને પર્ફોમન્સ એમ 3 સેગમેન્ટમાં મોડલ લોંચ કરવામાં આવ્યા છે.

સુરતમાં જે મોડલ લોંચ કરવામાં આવ્યા છે તે કારની એક્સ શો-રૂમ પ્રાઇસ 41 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમણે કહ્યું કે તમે એક વખત કારને ચાર્જ કરો પછી 650 કિ.મી સુધી ફરી શકે છે. 15 મિનિટનું જ ચાર્જ કર્યું હોય તો પણ 200 કિ.મી સુધી કાર જઇ શકે છે. 31 માર્ચ 2024 પહેલાં કાર ખરીદનારને આકર્ષક ઓફર રાખવામાં આવી છે.

કંપનીનો સુરતમાં દર મહિને 10થી 12 કાર વેચાવવાનો અંદાજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp