સી.આર.પાટીલ 18મીએ ફોર્મ ભરવા જશે ત્યારે શું કર્યું છે આયોજન, જાણી લો

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ વખતે લોકસભાની બધી 26 બેઠકો 5 લાખથી વધારે લીડથી જીતવા માટે કમર કસી છે અને બધા જિલ્લામાં બુથ પ્રમુખો સાથે મિટીંગ કરી રહ્યા છે. હવે 12 તારીખથી લોકસભાના ઉમેદવારોને ફોર્મ ભરવાની શરૂઆત થઇ છે અને 19 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે.

ત્યારે બધાને એ જાણવામાં રસ છે કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ફોર્મ ભરવા જશે ત્યારે શું કરવાના છે? સી આર પાટીલને ભાજપે ચોથી વખત નવસારી બેઠક પર રિપીટ કર્યા છે. 2019ની લોકસભામાં તેમણે આખા દેશમાં સૌથી વધારે લીડ મેળવી હતી. સી. આર. પાટીલ 18 એપ્રિલે ફોર્મ ભરવા જવાના છે અને તેમની સાથે સુરતથી લગભગ 20,000 જેટલી મહિલાઓ પરંપરાગત સાડી અને સાફો પહેરીને જશે અને મોટી સંખ્યામા પુરુષો પણ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp