કાર અકસ્માત નુકસાનનો ક્લેઇમ વીમા કંપનીએ નકાર્યો, કોર્ટે વ્યાજ સાથે અપાવ્યો

PC: blog.ipleaders.in

ફરિયાદીએ એડવોકેટ શ્રેયસ દેસાઇ, ઇશાન દેસાઇ અને પ્રાચી દેસાઇ મારફત ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદમાં દાખલ કરાવેલ ફરિયાદી મુજબ કારનો વીમો રૂપિયા 80,91, 900 ટોટલ આઇડીવી નો વીમો ઉતરાવેલ હતો. રાત્રે દમણથી સુરત ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે મોટરકારનો સુરતના વિસ્તારમાં અકસ્માત થયો હતો. જેથી મોટરકારને ગંભીર નુકસાન થયું હતું. જેથી વીમા કંપની સમક્ષ કારની પુરેપુરી કિંમત વીમા પોલીસી હેઠળ મેળવવા માટે ક્લેઇમ નોંધાવેલ હતો. પરંતુ વીમા કંપનીએ વાહન ચલાવનાર ડ્રાઇવર દારૂના નશા હેઠળ વાહન ચલાવતો હોય જેથી વીમા કંપની ફરિયાદીને નુકસાનની રકમ ચુકવવા જવાબદાર નથી તેમ જણાવ્યું હતું.

ફરિયાદી તરફે જુદા જુદા તબક્કે એડવોકેટ શ્રેયસ દેસાઇ, ઇશાન દેસાઇ, પ્રાચી દેસાઇ અને એમ.કે. દુધિયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ કમિશનના કાર્યકારી પ્રમુખ આઇ. ડી. પટેલ તેમજ મેમ્બર જે.જી. મેકવાનની બેન્ચે હુકમમાં જણાવ્યું હતું કે, ફરિયાદી વિમા કંપની પાસેથી વાહનની નુકસાની પેટે રૂપિયા 80,91,900 ફરિયાદની તારીખથી તેમજ 8 ટકા વ્યાજ સાથે મેળવવા હક્કદાર બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp