તક્ષશિલા અગ્નિકાંડ મામલે વધુ 36 પર ફરિયાદ થઈ

PC: youyube.com

સુરતમાં થોડા મહિનાઓ પહેલા થયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં મોટો ટ્વીસ્ટ આવ્યો છે. અગ્નિકાંડની ઘટના મામલે હવે સુરતની ACB કોર્ટમાં 36 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ 36 લોકોમાં સુરત મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર, કેટલાક અધીકારી સહિત બિલ્ડરોનો પણ સમાવેશ થાય છે. આ ફરિયાદમાં આ અધિકારીઓ પર ભીનું સંકેલવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ વિનોદ પટેલ નામના RTI એક્ટીવીસ્ટ દ્વારા કરવામાં આવી છે. વિનોદ પટેલ દ્વારા ACB કોર્ટમાં આ તમામ અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી છે, જેમાં 7 ડીસેમ્બર સુધીની મુદ્દત આપવામાં આવી છે.

વિનોદ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ ફરિયાદ કરવાનું કારણ એ છે કે, જેની સામે ફરિયાદ થઇ છે, તે નાના કક્ષાના કર્મચારીઓને બલીનો બકરો બનાવવામાં આવ્યા છે અને ખરેખર જે સત્તાધારી ઉચ્ચ અધિકારીઓ છે, તેને છોડી દેવામાં આવ્યા છે. આની પાછળ પોલીટીક્સનો પણ હાથ છે. આ ઘટનામાં મહાનગરપાલિકાના 3 કમિશનર, કાર્યપાલક ઇજનેરો, DGVCLના એજયુકેટીવ એન્જિનિયર અને ફાયર બ્રિગેડના અધિકારી પણ છે. આ ઉપરાંત આ 36 લોકોમાં બિલ્ડરો અને શિક્ષણ વિભાગના DEO સહિતના અધિકારીઓનો પણ સમાંવેશ થાય છે.

વિનોદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે જે ફરિયાદ કરવામાં આવી છે, તેમાં માત્ર 9 લોકોનો જ સમાવેશ થાય છે, જેના કારણે મેં આ ફરિયાદ કરી છે. મેં 36 લોકોની સામે ફરિયાદ કરી, તેના મારી પાસે દસ્તાવેજી પૂરાવાઓ પણ છે. ACBમાં ફરિયાદ કરી, પ્રધાનમંત્રીને ફરિયાદ કરી છે, રાજ્યપાલને ફરિયાદ કરી છે. મારી પાસે તમામ કાગળો આવ્યા છે. મને જે કાગળો આવ્યો છે તે જ પોલીસ અને ACBને પણ આવ્યા છે પરંતુ તેઓએ મને ખાલી નિવેદન લખાવવા માટે બોલાવ્યો હતો. CRPCમાં નિવેદન લખાવવાની કોઈ જોગવાઈ નથી. મેં તેમને આ બાબતે જણાવ્યું કે, તમે આ બાબતે FIR ફાડીને કાર્યવાહી કરો ત્યારે આ બધું બરાબર થાય કાયદાની આ જોગવાઈ છે. પોલીસ નાટક નિવેદન બાજીથી જ શરૂ કરે છે. આ મામલે એક જ માંગ છે કે, આ લોકોની સામે પ્રોપર ઈન્કવાયરી થાય અને તેમાં એવું લાગે કે, આ લોકો ખરેખર ગુનેગાર છે, તો તેમની અટકાયત કરવામાં આવે અને તેમને જેલની સજા થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp