કોંગ્રેસમાં ભારે હોબાળો: પ્રવિણ તોગડીયાને રામ મંદિર અંગે ટેકો આપતા કોંગ્રેસીઓ

PC: .facebook

વિશ્વ હિન્દુ પરિષદમાંથી હાંકી કઢાયેલા હિન્દુ સમાજના હૃદય સમ્રાટ ગણાતા પ્રવિણ તોગડીયાએ આજથી અમદાવાદ ખાતે રામ મંદિર અંગે ઉપવાસ શરૂ કર્યા છે. તોગડીયાના સમર્થનમાં અનેક લોકો બહાર આવી રહ્યા છે. ભાજપમાં તેમના સમર્થકોનું ટોળું છે જ પરંતુ કોંગ્રેસમાં પણ પ્રવિણ તોગડીયાના સમર્થકો છે અને તેમણે ખુલ્લેઆમ કોંગ્રેસની વિચારધારાના લીરેલીરા ઉડાવી દીધા છે.

સુરત શહેર કોંગ્રેસમાં ગોવિંદ તલસાનિયા કાર્યાલય મંત્રીની ફરજ બજાવે છે અને સુરત કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઈ અને સુરત મહાનગર પાલિકાના વિપક્ષના નેતા પ્રફુલ્લ તોગડીયા( પપ્પન તોગડીયા)ના ખાસમ ખાસ મનાય છે. આ ઉપરાંત ગોવિંદ તલસાનિયા સુરત કોંગ્રેસ ઓફિસમાં કોંગ્રેસના કાર્યકરો-હોદ્દેદારો સહિતના નેતાઓને પાર્ટીના કાર્યક્રમો વિશેના મેસેજ અને ફોન કોલ કરે છે. મોટાભાગે તલસાનિયા ફૂલ ટાઈમ કોંગ્રેસમાં કામ કરે છે.

હવે ઘટના એવી બની છે કે અમદાવાદમાં પ્રવિણ તોગડીયા દ્વારા ઉપવાસ શરૂ કરવામાં આવતા તલસાનિયાએ પોતાની ફેસબુક આઈડી પર તોગડીયાની ફેવર કરતી પોસ્ટ મૂકતા કોંગ્રેસમાં ભારે વિવાદ સર્જાયો છે. અત્યાર સુધી કોંગ્રેસ સેક્યુલરિયઝમની વિચારધારા સાથે ચાલે છે પરંતુ પાછલા કેટલાક વખતથી કોંગ્રેસમાં પણ વિશ્વ હિન્દુ પરિષદની વિચારધારા જ નહી પરંતુ તેમાં માનનારા અને અમલ કરનારા લોકો પણ જબદસ્ત રીતે સક્રીય થયા છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ આ વાતને સહજતાથી લે છે પરંતુ કોંગ્રેસના જૂના જોગીઓ આવી રીતે પ્રવિણ તોગડીયાને સમર્થન આપી રહેલા ગોવિંદ તલસાનિયા જેવા આગેવાનો પ્રત્યે કોંગ્રેસની નિષ્ઠા અંગે શંકા ઉપજાવી રહ્યા છે.

જીએમ તલસાનિયાના નામથી ફેસબુક પર પોસ્ટ મૂકાતા વાયરલ થયા બાદ મામલો બિચકાઈ ગયો છે. કોંગ્રેસમાં આવી પોસ્ટની સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આમ પણ પપ્પન તોગડીયા અને પ્રવિણ તોગડીયા વચ્ચે લોહીની સગાઈ છે. પ્રવિણ તોગડીયાના ઉપવાસને ભાજપના કાર્યકરો તો શું કોંગ્રેસ પણ કશું બોલી રહી નથી ત્યારે ગોવિંદ તલસાનિયાની પોસ્ટ ધણું બધું કહી જઈ રહી છે. હવે કોંગ્રેસે વિચારધારા બદલી છે કે પછી કે કોંગ્રેસ પણ હિન્દુત્વના મુદ્દા પર આગળ વધી રહી છે તે પ્રશ્ન થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp