BJP સાંસદ કહે છે દિનેશ બુટલેગર છે અને પોલીસના માણસો મળેલા છે

PC: facebook.com/mploksabhabharuch

ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આક્રમક નિવેદનો અને બળાપો કાઢવા માટે જાણીતા છે. વસાવા ભાજપના એવા સાંસદ છે જે હમેંશા ચર્ચામાં રહેતા હોય છે. હજુ થોડા દિવસો પહેલાં જ તેમણે દારૂ વિશે પોતાનું નિવેદન આપ્યું હતું. ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાએ દારૂ પર નિવેદન આપીને રાજકારણમાં પલિતો ચાંપ્યો છે. જો કે, છેલ્લાં કેટલાંક સમયની નિવેદન બાજી પરથી એવું લાગે છે કે ભરૂચનું રાજકારણ હવે દારૂ પર જ રમાઇ રહ્યું છે. થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ પણ કહ્યુ હતું કે, ગુજરાત સરકાર દારૂબંધીનો કડક અમલ ન કરી શકતી હોય તો પ્રતિબંધ દુર કરી દે, જેથી લોકોને સારી ગુણવત્તા વાળો દારૂ મળી શકે.

ભરૂચના સાંસદ તરીકેની લાંબી ઇનિંગ રમનારા મનસુખ વસાવાએ ખુલ્લેઆમ દાવો કર્યો હતો કે દિનેશ બુટલેગર છે અને પોલીસની તેની સાથે સાંઠગાંઠ છે.

સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડાના ઉમરાણ ગામે પુલ ના ખાતમુહૂર્ત પ્રસંગે કહ્યુ કે, ટિકિટ મળે કે ન મળે તેની આ મનસુખ વસાવા ચિંતા કરતો નથી. હું સમાજ માટે વધારે તાકાતથી બોલીશ. વસવાએ કહ્યુ કે, દારૂ જુગારના અડ્ડા ચલાવવાથી દેશનો વિકાસ થવાનો નથી. વસાવાએ આરોપ લગાવ્યો કે પોલીસના માણસો બુટલેગરો સાથે મળેલા છે.

વસાવાએ આગળ કહ્યુ કે, દારૂ પીવાથી આદિવાસી સમાજની બરબાદી જ થવાની છે. સમાજમાં સુધારો આવવો જોઇએ અને વ્યસન મૂક્ત સમાજ બનવો જોઇએ. દારૂ પિનારો પત્ની અને બાળકોને માર મારતો હોય છે.

સાસંદે કહ્યુ કે 7 વર્ષ પહેલાં ચિત્રોલ ગામમાંથી મેં 3 કરોડ રૂપિયાનો દારૂ પકડ્યો હતો. હું ખુલ્લેઆમ કહુ છું કે દિનેશ બુટલેગર છે અને તેની સાથે પોલીસના માણસો મળેલા છે. હું આ દુષણને ડામવા માટે આવી ભાષા બોલી રહ્યો છું, એ બધાએ બોલવી પડશે.

થોડા દિવસો પહેલાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ દારૂ પર નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે અને હલકી કક્ષાનો દારૂ વેચાઇ છે. જો સરકાર કડક અમલ ન કરી શકતી હોય તો દારૂને છુટો કરી દે, જેથી લોકો સારી ગુણવત્તાવાળો દારૂ પી શકે.

2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકારણીઓ પોતપોતાના નિવેદનો આપીને રાજકારણને ગરમાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp