સી.આર.પાટીલના પુત્ર જિગ્નેશ કોને આપશે 1.51 લાખ રૂપિયાનું ઈનામ?
આ વખતે 26 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર છે અને બીજા દિવસે 27 ઓગસ્ટે મટકી ફોડનો કાર્યક્રમ થશે. આ વખતે ખાસ વાત એ છે કે ગુજરાતમાં સૌથી ઉંચી 35 ફુટની મટકી સુરતમાં બનવાની છે અને આ મટકીને ફોડનાર ગોવિંદાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર પાટીલના પુત્ર જિગ્નેશ પાટીલ 1.51 લાખ રૂપિયાનું ઇનામ આપશે.
યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલે કહ્યું કે, રાજ્યમાં સૌથી ઉંચી મટકી લિંબાયત વિસ્તારમાં બનવાની છે અને આ મટકી જે ગોવિંદા ગ્રુપ ફોડશે તેને 1.51 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ મટકી ફોડવા માટે 10 ગોવિંદા ગ્રુપ મહેનત કરશે અને 10 ગોવિંદા ગ્રુપ તેમને સલામી આપશે. એજ સ્થળ પર 25 ફુટની 2 મટકી બાંધવામાં આવશે જે મહિલા ગોવિંદા માટે હશે. આ બંને મટકી ફોડનારને 51,000-51,000નું ઇનામ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp