દાંડીયાત્રિકો માટે હર્બલ ટી, ઉકાળા, ગોલ્ડન મિલ્કનું વિતરણ કરાયું

PC: Khabarchhe.com

રાજ્ય સરકારના અમૃત મહોત્સવ અંતર્ગત સાબરમતી આશ્રમથી 81 પદયાત્રીઓ સાથે નીકળેલી દાંડીયાત્રા તા.28મી માર્ચથી 2જી એપ્રિલ દરમિયાન સુરત શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દાંડી પહોચી હતી. જે દરમિયાન રાજ્ય સરકારના નિયામક આયુષ્ય મંત્રાલય, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના જિલ્લા આયુષ અધિકારી મિલન દસોંદીના માર્ગદર્શન હેઠળ પદયાત્રીઓના આરોગ્યની સંભાળ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સવારે પદયાત્રીઓ માટે આરોગ્યપ્રદ નીમ, કરંજ, બબુલ જેવા કુદરતી દાતણ, હર્બલ ટી પીવડાવવામાં આવી હતી. દાંડીયાત્રા જે વિસ્તારોમાં ફરી ત્યાં મેડીકલ ઓફીસરો તથા અન્ય કર્મચારીઓ દ્વારા દરરોજ સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વાસ્થ્યના રક્ષણ માટે રોગ પ્રતિકારક દવાઓ તથા ઉકાળાનું વિતરણ સહિત ગોલ્ડન મિલ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેલાડ ખાતે આર્યુવેદ તથા હોમીયોપેથી નિદાન સારવાર શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp