વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ સુરતમાં રોજગાર મેળો

PC: Khabarchhe.com

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ સુરતમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વી.ટી.ચોક્સી સાર્વજનિક કોલેજની વહીવટી કમિટીના ચેરમેન તેમજ એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો. ઇરમલા દયાલના માર્ગદર્શન હેઠળ કોલેજમાં રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. જેમાં સિવિલ, ક્રિમિનલ, રેવન્યુ, કન્ઝ્યુમર, બેન્કિંગ, કોર્પોરેટ, એકાઉન્ટ, એ.ડી.આર, એચ.આર વગેરે જેવા ક્ષેત્રોના નિષ્ણાંતોએ મોટી સંખ્યામાં કાયદાના વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા અને તેમાંથી તેમની જરૂરિયાત અને યોગ્યતા મુજબ 41 જેટલા વિદ્યાર્થીઓને શોર્ટલિસ્ટ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp