સુરત ડાયમંડ બુર્સથી મુંબઇના ભારત બુર્સને કોઇ ફરક નહીં પડેઃ વિપુલ શાહ
સુરત ડાયમંડ બુર્સ જ્યારે બન્યું ત્યારથી એવી ચર્ચા ચાલી રહી છે કે હવે મુંબઇનો ધંધો સુરત ખેંચાઇને આવી જશે. મુંબઇના ડાયમંડ ઉદ્યોગમાં મોટાભાગની હીરાની ઓફિસો સુરતના ઉદ્યોગકારોની છે. જો બધા સુરતના ઉદ્યોગકારો મુંબઇની ઓફિસને તાળા મારીને સુરત શિફ્ટ કરી દે તો મુંબઇના હીરાઉદ્યોગને ફટકો પડશે એવું સુરતના ઉદ્યોગકારોનું માનવું છે.
સુરત ડાયમંડ બુર્સનું જ્યારે 17 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે GJEPCના ચેરમેન વિપુલ શાહ પણ આ ઇવેન્ટના મહેમાન બન્યા હતા. જેમ એન્ડ જ્વેલી એક્સોપર્ટ પ્રમોશન કાઉન્સીલ એ હીરા-ઝવેરાત ઉદ્યોગની આયાત નિકાસ માટેની મહત્ત્વની સંસ્થા છે જે સરકાર અને ટ્રેડ વચ્ચે બ્રીજનું કામ કરે છે. Khabarchhe.Comએ વિપુલ શાહને પુછ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સ બનવાથી મુંબઇના હીરાઉદ્યોગને ફટકો પડશે? તો તેમણે કહ્યું હતું કે, મુંબઇના હીરાઉદ્યોગને કોઇ ફરક નહીં પડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp