સેન્ટ્રલ GST વિભાગે સુરતના ટાઇમ્સ વેકેન્ઝા ક્લબ પર દરોડા પાડ્યા

PC: timesvacanza.com

મોટા મોટા ક્લબ અને રિસોર્ટ દ્વારા સમયસર GST નહીં ભરવામાં આવતા સેન્ટ્રલ GST વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેના અનુસંધાને સુરતમાં સેન્ટ્રલ GST વિભાગે સપાટો બોલાવ્યો છે. રિટર્ન ન ભરવાના મામલે ટાઈમ્સ વેકેન્ઝા ક્લબ પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ક્લબની સુરત ઉપરાંત બીજા શહેરો પણ બ્રાન્ચ આવેલી છે પણ GSTનું રિટર્ન ભરવામાં રાખવામાં આવેલી લાપરવાહીના કારણે ટાઈમ્સ વેકેન્ઝા ક્લબ પર GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ ક્લબ દ્વારા છેલ્લા 6 મહિનાથી રિટર્ન ભરવામાં આવ્યું ન હતું. સમયસર રિટર્ન નહીં ભરવાના કારણે દરોડા પાડવામાં આવ્યા છે. GST વિભાગના અધિકારીઓએ ટાઈમ્સ વેકેન્ઝા ક્લબ મહત્ત્વના તમામ દસ્તાવેજો પણ કબજે કર્યા છે. અહીંથી ટેક્સ ચોરીનો મોટો આંક બહાર આવે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે.

આ દરોડા દરમિયાના મહત્ત્વના દસ્તાવેજો તો GSTના અધિકારીઓ પોતાની સાથે લઈ ગયા છે. જેના કારણે આ આ ક્લબ પાસેથી 6 મહિનાનો બાકી ટેક્સ વસૂલ કરવામાં તો આવશે જ પણ 6 મહિનામાં ક્લબ દ્વારા કોઈ કૌભાંડ નથી કરવામાં આવ્યું તેની તપાસ કરવામાં આવશે. આ અગાઉ પણ GST વિભાગ દ્વ્રારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરતું તે જગ્યા પરથી ટેક્સ ભરવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી સામે આવી ન હતી. આ કાર્યવાહી સેન્ટ્રલ GST વિભાગ દ્વારા કરવામાં આવતા સ્ટેટ GST વિભાગ ક્યાંકને ક્યાંક કુંભકરણની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp