ગાંધીનગરના GIFT સિટીમાં દારૂની પરવાનગી, શું હવે સુરતમાં પણ મળશે?
ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગે શુક્રવારે મોડી સાંજે એક નોટિફેકશન બહાર પાડ્યું છે જેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઇ રહી છે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ સરકારે ગાંધીનગરમાં બનેલી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી (GIFT CITY)માં તમામ કર્મચારીઓ અને માલિકો માટે દારુની પરવાનગી આપતું જાહેરનામું બહાર પાડવમાં આવ્યું છે.
ભારતના પહેલા સ્માર્ટ સિટી ગિફ્ટ સિટીમાં કેટલાંક નિયમોને આધારે દારૂ પીવાની છુટ આપવામાં આવી છે. નશાબંધી અને આબકારી વિભાગે આને વાઇન એન્ડ ડાઇન ફેસિલીટી ઉપલબધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ, ટેકનિકલ એક્સપર્ટસ વગેરે આવતા હોય છે. તેમને પણ ટેમ્પરરી પરમીટ આપીને દારૂ પીવાની વ્યવસ્થા કરવામાં આવશે. કંપનીની સત્તાવાર ઓથોરિટી પછી જ મહેમાનોને દારૂ મળશે.
ગિફ્ટ સિટીમાં દારૂને મંજૂરીના સમાચાર પછી સુરતમાં ડ્રીમ સિટી હેઠળ બનેલા સુરત ડાયમંડ બુર્સમાં પણ આવી પરવાનગી મળે તેવી માંગ ઉઠી છે. સુરત ડાયમંડ બુર્સમાં વિદેશથી અનેક બાયરો આવવાન છે ત્યારે તેમના માટે દારૂની પરવાનગી જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp