તમારા પતિ પાનની પિચકારી મારે તો સીધા દોર કરી દે જો, જરૂર પડે તો..:હર્ષ સંઘવી

PC: facebook.com/sanghaviharsh

સુરતમાં રેલવે પોલીસ કર્મચારીઓ માટેના આવાસના લોકાપર્ણ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ મકાનોને સરકારી આવાસ નહીં, પરંતુ તમારા સપનાનું ઘર સમજજો. તેમણે ઉપસ્થિત મહિલાઓને સંબોધતા કહ્યુ હતું કે, જો તમારા પતિ ઘરમાં પાનની કે ગુટકાની પિચકારી મારે તો તમે સીધા દોર કરી દેજો અને જરૂર પડે તો મને કહેજો.

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્રારા બનાવવામાં આવેલા આવાસનું રવિવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું, આ પ્રસંગે રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોષ, ધારાસભ્ય સંગીતા પાટીલ, મેયર દક્ષેશ મેવાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ આવાસને સ્વચ્છ રાખવાની તાકીદ કરી હતી. તેમણે કહ્યુ કે આને તમે તમારા સપનાનું ઘર જ સમજજો.

તેમણે સાથે રેલવે પોલીસના વખાણ કરતા કહ્યુ હતું કે, રેલવે પોલીસ લોકોની સેવા કરે છે અને અમદાવાદ, વડોદરા, સુરત સહીતના સ્ટેશનો પર થતા ગુના અટકાવવામાં મદદરૂપ બને છે. રેલવે સ્ટેશન પર આવતા દરેક ભાષાના પ્રવાસીઓનો રેલવે પોલીસ ખ્યાલ રાખે છે.

સંઘવીએ આગળ કહ્યુ કે રાજ્યના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મીઓની સુખાકારીમાં વધારો કરવો એ અમારું પ્રાથમિક કર્તવ્ય છે.

સુરત શહેર રેલવે પોલીસ લાઈન ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.દ્વારા સુરત રેલવે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે નવનિર્મિત અત્યાધુનિક સુવિધાયુક્ત કક્ષા બી - ૪૦ આવાસોનું લોકોપર્ણ કરવામાં આવ્યું છે.

પોલીસની માળખાકીય સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા તથા તેમની સુખાકારીમાં વધારો કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે ત્યારે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજરત પોલીસ કર્મીઓ માટે ફરજ સ્થળ સમીપ આવાસોની ઉપલબ્ધતા તેમની કાર્યદક્ષતામાં વધારો કરશે.

હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે, માતાઓ નાના બાળકો સાથે રેલવેમાં મુસાફરી કરે છે અને કોઇક વાર ભીડભાડમાં બાળકો ગુમ થઇ જાય છે ત્યારે રેલવે પોલીસ તેમને શોધીને લાવે છે.

ગૃહ રાજ્ય મંત્રીએ આગળ કહ્યુ કે દિવાળીના તહેવારમાં રોડ પર પાથરણા નાંખીને માલસામાન વેચનારા લોકોનનું ધ્યાન રાખવા માટે દરેક પોલીસ સ્ટેશનના પી.આઇને સૂચના આપી દેવામાં આવી છે. ટ્રાફીકના નિયમોનું ધ્યાન રાખીને તેમને ધંધો કરવા દેવાશે. તેમણે લોકોને વિનંતી કરી હતી કે પાથરણા વાળા પાસે જ ખરીદી કરજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp