HDFC બેંકની 6 ડિસેમ્બરે 1100 શહેર અને 4200 નગરોમાં રક્તદાન શિબિર

PC: ndtvimg.com

HDFC બેંક આગામી 6 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય રક્તદાન શિબિરનું આયોજન કરવા જઇ રહી છે. જે રક્તદાન શિબિરની 13મી આવૃત્તિ યોજશે. આ રક્તદાન શિબિરમાં 1100 શહેર અને 4200થી વધુ નગરોમાં રક્તદાન કેમ્પ યોજાશે. છેલ્લાં 12 વર્ષ દરમિયાન રક્તદાન શિબિર મારફતે લોહીના 12 લાખ યુનિટ એક્ઠાં કર્યાં છે. 6 ડિસેમ્બર સુધીમાં બેંકએ 'ડોનેટ બ્લડ, સ્ટે હેલ્ધી'નું અભિયાન લોન્ચ કર્યું છે. 

HDFC બેંકના ઓપરેશન્સના કન્ટ્રી હેડ ભાવેશ ઝવેરીએ જણાવ્યું કે, અમે નવજીવન બક્ષનારી ભેટ આપવા માટે સૌ કોઇને આમંત્રિત કરી રહ્યાં છીએ.સામાજિક રીતે જવાબદાર કોપોરેટ નાગરિક તરીકે અમે સલામત લોહીની અછતને દૂર કરવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp