માનવ નિર્મિત આપત્તિ છે ભરૂચ અને અંકલેશ્વરમાં આવેલો પૂર, શું આ વાત સાચી છે?

PC: gujarati.webdunia.com

ભરૂચ અને અંકલેશ્વરમાં પૂરથી ખૂબ નુકસાન પહોંચ્યું છે. ઘણા લોકો તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ભીષણ પૂર એક માનવ સર્જિત આપત્તિ હતી. એવી પણ અફવા ઉડાવવામાં આવી રહી છે કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના એન્જિનિયર્સે 17 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ જળાશય સ્તરને હાંસલ કરવા માટે જાણીજોઇને ડેમથી પાણીનો આઉટફ્લો રોકી રાખ્યો અને ત્યારબાદ ખૂબ પાણી છોડવામાં આવ્યું, જેનાથી ડાઉનસ્ટ્રીમની સ્થિતિ બની ગઈ. તો શું હકીકતમાં એક માનવ નિર્મિત આપત્તિ છે? આવો જાણીએ આ દાવાનું આખું સત્ય.

સરદાર સરોવર પરિયોજના મલ્ટી સ્ટેટ પ્રોજેક્ટ છે અને તેનું રૂલ લેવલ પણ ડાયનેમિક છે. તેને નર્મદા કંટ્રોલ ઓથોરિટી હેઠળ કામ કરનારી સરોવલ સરજવોયર રેગ્યુલેશન કમિટી દ્વારા નક્કી કરવામાં આવે છે. આ કમિટીમાં બધા રાજ્યોના સભ્ય છે, જે વરસાદની સ્થિતિ, પાવર રિક્વાયરમેન્ટ અને ડેમની સેફ્ટી જોઈને રૂલ લેવલ નક્કી કરે છે. આ કારણે કોઈ પણ નિર્ણય ગુજરાત સરકાર કે તેના એન્જિનિયર્સ પોતાની જાતે લઈ શકતા નથી. 15-17 સપ્ટેમ્બર વચ્ચે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર નર્મદા બેસિનમાં આવનાર મોટા ભાગના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થયો હતો.

સાથે જ સ્ટોર્મ નર્મદા બેસિનના સમાંતર આગળ વધ્યું જેના કારણે અપસ્ટ્રીમમાં આવનારો પૂર અને વરસાદનું પાણી જમા થયું. મધ્ય પ્રદેશના ડેમ પહેલાથી જ 85-90 ટકા ભરાયેલા હતા. આ કારણે 15-17 સપ્ટેમ્બરના રોજ વરસાદથી આવનાર પાણી બાદ તરત જ પરિસ્થિતિની ગંભીરતા મુજબ પાણી છોડવાનું શરૂ કર્યું. અપસ્ટ્રીમમાં ડેમથી પાણી છોડવા પર સરદાર સરોવર ડેમનું લેવલ 16 સપ્ટેમ્બરની સવારથી વધવા લાગ્યું. ઇન્દિરા સાગર અને સરદાર સરોવર ડેમ વચ્ચે પણ ભારે વરસાદ થવા પર 16 સપ્ટેમ્બરના 11:00 વાગ્યે 5.79 લાખ ક્યૂસેક પાણીનો ઇનફ્લો શરૂ થઈ ગયો હતો, જે હજુ પણ વધીને રાત્રે 11:00 વાગ્યાની આસપાસ 21.72 લાખ થઈ ગયું.

છેલ્લા 2 દિવસોમાં નેરેટિવને દેખાડવામાં આવે તો એમ લાગશે કે આ સ્થિતિ છતા જાણીજોઇને 17 સપ્ટેમ્બરના રોજ ડેમનું FRL એટલે કે 138.68 મીટર સુધી ભરવા માટે એન્જિનિયર્સ દ્વારા ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી નહોતી. જો કે એ વાત તથ્યોના હિસાબે સાચી નથી. ઇન્દિરા સાગર ડેમથી પાણીનો આઉટફ્લો 16 સપ્ટેમ્બરના રોજ સવારે 7:00 વાગ્યાથી વધવાનું શરૂ થયો. ઉલ્લેખનીય છે કે ઇન્દિરાસાગરથી છોડવામાં આવેલા પાણીને સરદાર સરોવર સુધી પહોંચવામાં 20 કલાક લાગે છે, કેમ કે બંને ડેમ વચ્ચે પણ ભારે વરસાદનું પાણી સરદાર સરોવરમાં આવવાનું શરૂ થઈ ગયું હતું.

આ કારણે ડાઉનસ્ટ્રીમમાં વોર્નિંગ આપ્યા બાદ 16 સપ્ટેમ્બરે 10 વાગ્યે 45 હજાર ક્યૂસેક પાણી સરદાર સરોવરના ડાઉનસ્ટ્રીમમાં છોડવાનું શરૂ થઈ ગયું હતું જે ક્રમશઃ વધારીને બપોરે 2:00 વાગ્યે 4 લાખ ક્યૂસેક અને રાત્રે 12:00 વાગ્યે 16 લાખ ક્યૂસેક કરવામાં આવ્યું. 16 સપ્ટેમ્બરની સવારે 10:00 વાગ્યે સરદાર સરોવર ડેમથી પાણી છોડવાનું શરૂ થયું હતું, ત્યારે ડેમમાં પાણીનું લેવલ FRL એટલે કે 138.68 સુધી પહોંચ્યું નહોતું. તે 136 મીટરથી પણ નીચે હતું.

16 સપ્ટેમ્બરની સવારે 8:00 વાગ્યે ડેમમાં પાણીનો ઇનફ્લો 1.6 લાખ ક્યૂસેકથી વધીને રાત્રે 11:00 વાગ્યે લગભગ 22 લાખ ક્યૂસેક થઈ ગયો હતો. સવારે 8:00 વાગ્યે ડેમમાં પાણીનું લેવલ હતું 135.42 મીટર અને રાત્રે 11:00 વાગ્યે ડેમમાં પાણીનું લેવલ હતું 137.94 મીટર. તેનાથી થોડા કલાક અગાઉ જ ડેમની સેફ્ટી અને ડાઉનસ્ટ્રીમના વિસ્તારોને ધ્યાનમાં રાખતા સરદાર સરોવરથી 15 લાખ ક્યૂસેક કરતા પણ વધુ પાણી છોડવામાં આવ્યું હતું. તેને થોડા કલાક સુધી ઓછું પણ કરવામાં આવ્યું અને પછી વધારીને 18.5 લાખ ક્યૂસેક સુધી લઈ જવામાં આવ્યું.

જેનાથી લોકલ એમિન્સ્ટ્રેશનને સમય મળે અને ડાઉનસ્ટ્રીમના ગામ અને ભરૂચમાં પૂરથી થનારા નુકસાનને ઓછું કરી શકાય. એવામાં સવાલ કરવામાં આવી રહ્યા છે કે 22 લાખ ક્યૂસેક પાણી થવા છતા 18 લાખ ક્યૂસેક જ કેમ છોડવામાં આવ્યું? એવું એટલે કેમ કે 18 લાખના ફલડમાં ભરૂચમાં નર્મદાનું લેવલ 42 ફૂટ પહોંચું ગયું અને અંકલેશ્વર તેમજ ભરૂચ શહેરના ઘણા વિસ્તાર પાણીમાં ડૂબૂ ગયા. જો એ સમયે પૂરું 22 લાખ ક્યૂસેક પાણી ભરાઈ ગયું હોત તો હજુ પણ ખરાબ સ્થિતિ હોત.

સરદાર સરોવરમાં તે 24 કલાકની અંદર થઈ ગયું હતું. આ કારણે એન્જિનિયર્સે ડેમ અને ગામ/શહેર બધુ બચાવવાનું હતું. આ અગાઉ આખા જુલાઇના અંતિમ અઠવાડિયા અને આખા ઓગસ્ટમાં લગભગ 37 દિવસ સુધી વરસાદ પડ્યો નહોતો અને સરદાર સરોવર ડેમ પણ માત્ર 78 ટકા સુધી ભરાયો હતો. આ કારણે 4 લાખ ક્યૂસેક પાણી ડેમમાં સ્ટોર કરીને અને વધુ નુકસાન થતા બચાવી શકાયું. 17 સપ્ટેમ્બરની સાંજ બાદ અને 18 સપ્ટેમ્બરના રોજ સિસ્ટમ મધ્ય પ્રદેશથી હટીને ગુજરાત તરફ આવ્યું જેથી ડેમમાં પાણીની આવક ઓછી થવાની શરૂઆત થઇ અને 18ની સવારથી માત્ર 6 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે ભરૂચના નીચલા વિસ્તારો અને જૂના શહેર સુધી પાણી 17 સપ્ટેમ્બરની સવારે ઘૂસ્યું અને અંકલેશ્વરની સોસાયટીમાં 17 તારીખ રાત્રે 9:00 વાગ્યા બાદ ઘૂસ્યું. ત્યારબાદ 18 તારીખે સવારે 10:00 વાગ્યા બાદ પાણી ઉતરવાનું શરૂ પણ થઈ ગયું. એક સવાલ એ પણ ઉઠ્યો કે 6 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી રિવર બેડ પાવર હાઉસ બંધ કેમ રાખવામાં આવ્યું? આ સવાલનો જવાબ છે કે આ તારીખો દરમિયાન વરસાદ પડી રહ્યો નહોતો અને ડેમનું સ્ટોરેજ પણ ખૂબ ઓછું હતું. એ સમયે એ ચિંતા હતી કે જો આ જ સ્થિતિ રહી તો આગામી સમયમાં પીવા અને સિંચાઇના પાણી સમસ્યા ઉત્પન્ન થશે.

જરૂરી ફેક્ટ્સ:

6 સપ્ટેમ્બરના રોજ નર્મદા બેસિનમાં 23.72 મિલિયન એકર ફૂટ (MAF) પાણી સંગ્રહિત થયું. એ મુજબ, ગુજરાત રાજ્યના હિસ્સામાં ચાલુ વર્ષમાં 7.72 MAF જથ્થો જ મળવાની સંભાવના હતી. એ સામાન્ય વર્ષમાં મળનારા 9 MAFની તુલનાં અપર્યાપ્ત છે, જેના કારણે ગુજરાતને પીવાના પાણી અને સિંચાઇના પાણી માટે વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકતો હતો.

14 સપ્ટેમ્બરના રોજ નર્મદા બેસિનમાં કુલ 24.70 MAF જથ્થો હતો, જેના હિસાબે પણ ગુજરાતનો હિસ્સો 7.94 MAF હતો.  આ અગાઉ સમયની સ્થિતિને જોતા ગુજરાત રાજ્ય માટે પીવા અને સિંચાઇના પાણીની વિષમ સ્થિતિનું નિર્માણ ન થાય તેના માટે રિવર બેડ પાવર હાઉસમાં પાણી છોડીને વીજળી ઉત્પાદન કરવાના બદલે પાણી બચાવવાને જરૂરી સમજવામાં આવ્યું. નર્મદા કંટ્રોલ ઓથોરિટીમાં RBPH એટલે રિવર બેડ પાવર હાઉસ બંધ કરવા માટે 6 સપ્ટેમ્બરના રોજ જ નિવેદન પવામાં આવ્યું હતું.

14 સપ્ટેમ્બરે સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા 2 લાખ ક્યૂસેકની આવકની સૂચના આપવામાં આવી હતી, પરંતુ ઇન્દિરાસાગરના અપસ્ટ્રીમ અને ઇન્દિરા સાગર અને સરદાર સરોવર વચ્ચે પણ ભારે વરસાદ હોવાના કારણે સરદાર સરોવરમાં મેક્સિમમ 21.72 લાખ ક્યૂસેક સુધી પાણી ડેમમાં આવી ગયું. જો રિવર બેડ પાવર હાઉસ 6-15 સપ્ટેમ્બર સુધી ચાલુ રાખવામાં આવતું તો માત્ર 120 મિલિયન ક્યૂબિક મીટર પાણી જ ઉપયોગ થતું અને એટલું કુશન સરદાર સરોવર જળાશયમાં ઉપલબ્ધ થતું. કારણ શરૂઆતના બે દિવસમાં માત્ર 20,000 ક્યૂસેક આઉટફ્લો ઘટતો, જે 18.60 લાખ ક્યૂસેક આઉટફ્લો સામે ખૂબ માર્જિનલ હતું. તેનાથી પૂર રોકવાની સંભાવના નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp