આંખની સારવાર માટે હોસ્પિટલ અને વીમા કંપનીએ મિલાવ્યા હાથ

PC: Khabarchhe.com

આંખોની બીમારીઓના નિદાન અને શ્રેષ્ઠ સારવાર માટે જાણીતી હોસ્પિટલ ASG eye અને સુરતનું સૌમિત ગ્રુપ દ્વારા આંખોની બીમારીથી બચવા અને આંખોની સાર સંભાળ રાખવા માટે જાગૃત કરવાનું અભિયાન શરૂ કર્યું છે.

સૌમિત ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર કેતન ઝવેરીના હસ્તે 4 ફેબ્રુઆરીએ આ અભિયાનની શરૂઆત થઇ છે. આ પ્રસંગે ASG eye હોસ્પિટલના ડો. મિલાપ વાઘેલા, ડો. રાઘવ રવાની, ડો. સૌરભ શાહ અને ડો. શૈલેન પટેલ હાજર રહ્યા હતા.

અભિયાન અંતર્ગત ASG eye હોસ્પિટલની ટીમ વિવિધ સરકારી, અર્ધ-સરકારી વિભાગો, કોર્પોરેટ ઓફિસો, હાઉસિંગ સોસાયટીઓ, શાળા-કોલેજો અને ગામડાઓમાં જઇ નેત્ર તપાસ શિબિર અને સેમિનારના માધ્યમથી લોકોને જાગૃત કરશે. આ અભિયાન સમગ્ર વર્ષ દરમિયાન ચાલશે. અભિયાન અંતર્ગત અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp