પત્ની કરતી કંકાસ સુરતમાં કરિયાવર કેસમાં પતિનો નિર્દોષ છૂટકારો

PC: jantaserishta.com

કેસની વિગત મુજબ ફરીયાદી ઇશીતા દેસાઇ કે જેઓ વલસાડ મુકામે રહેતા આવેલા તેઓના લગ્ન 2001માં વલસાડ મુકામે રહેતા હિતેશ દેસાઇ સાથે થયેલા. (બંને પક્ષકારોના નામ બદલેલા છે) બંને પક્ષકારોને સંતાનમાં બે પુત્રોનો જન્મ થયેલો. જેમાં એક પુત્ર હાલ પતિ પાસે છે અને બીજો પુત્ર પત્ની પાસે છે.

ફરીયાદી પત્ની અને આરોપી પતિ વચ્ચેનું લગ્નજીવન સારી રીતે ચાલતુ હતું અને લગ્નના થોડા સમય બાદ પત્ની દ્વારા આરોપી પતિ ઉપર ખોટા ખોટા આક્ષેપો કરીને લડાઇ ઝઘડો કરવાનું શરૂ કરેલું. પતિ વિદેશમાં કામ કરતા હોય પત્નીને વિદેશ મુકામે પણ લઇ ગયેલો તેમ છતાં પત્ની દ્વારા સતત કંકાસ કરવામાં આવતો, નાની નાની બાબતે પત્ની દ્વારા પતિને હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને સતત પતિને ક્રુરતાનો ભોગ પત્ની બનાવતી આવેલી.

2014માં કોઇ પણ જાતના વ્યાજબી કારણો વગર પિયરે જતા રહેલા અને પત્નીએ પતિ પાસે છુટાછેડાની માંગણી કરેલી અને પતિ દ્વારા પત્નીને છુટાછેડા આપવાની સ્પષ્ટ ના પાડતા પત્નીએ વલસાડ મુકામે કોર્ટમાં લીટીગેશનો કરેલા અને ખોટી હકુમત બતાવી સુરત મુકામે ફોજદારી ફરીયાદ પણ કરેલી.

ફરીયાદી પત્ની વલસાડ રહેતી હોવા છતાં પણ સુરત મુકામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દહેજ બાબતનો અને શારીરિક માનસીક ત્રાસ આપેલ બાબતની ફરીયાદ લખાવેલ અને જે કામે ગુનો નોંધાયા બાદ આરોપી પતિનો જામીન ઉપર છુટકારો થયેલો અને કોર્ટમાં ટ્રાયલ દરમ્યાન આરોપી તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી તથા સંદિપ આર. પટેલ હાજર થયેલા.

આરોપી પતિની તરફેણમાં એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી અને સંદિપ આર. પટેલ દ્વારા દલીલો કરવામાં આવેલી કે, “ ફરીયાદીએ કોઇ સ્વતંત્ર સાહેદો તપાસેલા નથી, રેકર્ડ ઉપર કોઇ મેડીક્લ પેપર્સ આવેલ નથી, ફરીયાદીની ગેરહાજરી ફરીયાદીની ફરીયાદને સમર્થન કરતી નથી, ફરીયાદીના માતા-પિતા અને કાકા-કાકી પણ પતિની તરફેણમાં અને ફરીયાદીની ફરીયાદની વિરૂધ્ધમાં જુબાની આપેલ છે અને ફરીયાદી વિદેશ જતા રહ્યા છે. અને પરત આવવાના નથી તેમ જણાવેલ છે. તેવા સંજોગોમાં આરોપી પતિને નિર્દોષ છોડી મુકવા અરજ કરેલી હતી.

કેસ ચાલી જતા આરોપીની દલીલોને ધ્યાને રાખી સુરતના 8માં એડી. ચીફ જયું. મેજીસ્ટ્રેટ એ.એ. વાયડા, એડી. સિ. સિ. જજએ આરોપીને નિર્દોષ ઠેરવતો હુકમ કરેલો. આરોપી પતિ તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી અને સંદિપ આર. પટેલે દલીલો કરેલી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp